सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને "બાળ વિવાહ મુક્ત ભારત" અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને "બાળ વિવાહ મુક્ત ભારત" અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ‌ યોજાયો હતો.

સિદ્ધાર્થ ગોઘારી
  • Apr 16 2025 5:57PM

કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. દીકરીઓને ભણવાની ઉંમરે લગ્ન થાય છે ત્યારે તેના શિક્ષણની સાથે તેનો વિકાસ પણ રૂંધાય છે. બાળ વિવાહ એક એવો પડકાર છે, જેની સામે આપણે સહુએ સાથે મળીને કામ કરવાનું છે. આ પીડાદાયક કુપ્રથા આપણી દીકરીઓના સપનાઓને રોળે છે અને તેમને આગળ વધતા તો રોકે છે, તેની સાથે દેશના વિકાસમાં પણ અવરોધરૂપ છે. બાળલગ્ન અટકે તે માટે આપણે સહુએ સાથે મળીને ગામે ગામ બાળ લગ્ન અંગે લોકોને જાગૃત કરીએ, ક્યાંય પણ બાળ લગ્ન અંગેની જાણકારી મળે તો ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરવા, એકપણ બાળ લગ્ન ન થાય તે માટે  દરેક વ્યક્તિને સંકલ્પબદ્ધ બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ "બેટી બચાવો, બેટી પઢાઓ" અભિયાનની શરૂઆત કરી હતી જે આજે જન આંદોલન બની ગયું છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત “મહિલા સુરક્ષા” માટે રોલ મોડલ સાબિત થયું છે. "સુકન્યા સમૃદ્ધિ યોજના" હેઠળ 3.5 કરોડથી વધુ બાલિકાઓનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવ્યું છે. ભારતની મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતાના નવા કિર્તીમાન સ્થાપી રહી છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ એક મહિલા છે. ભારત સરકારના મંત્રીમંડળમાં મહિલાઓ અગત્યની ભૂમિકા નિભાવી રહી છે. દીકરીઓને બચાવવી, ભણાવવી અને આગળ લઈ જવી આપણી સૌની જવાબદારી છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार