सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું

રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દિકરીઓનું સન્માન કરાયું

સુદર્શન ટીમ
  • Mar 20 2025 6:04PM

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડો.બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલન યોજાયું હતું. જેમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાત મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી. જ્યારે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓ અને બાળલગ્ન ન કરવા જાણકારી આપીને શપથ લેવડાવ્યા હતા. તેમજ દીકરી વધામણી કીટ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ  હિરલબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકા ઊર્મિલાબેન, સામાજિક અને રાજકીય આગેવાન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार