બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને "બેટી બચાવો બેટી પઢાવો" કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનાથ દીકરીઓને એજ્યુકેશન કીટ અને હાઈજિન કીટ વિતરણ કરાઈ
લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજના અંતર્ગત મંજુરી હુકમ તેમજ દીકરી વધામણા કીટનું કરાયું વિતરણ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બાબા સાહેબ આંબેડકર હોલ, પાલનપુર ખાતે "બેટી બચાવો બેટી પઢાવો" કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એજ્યુકેશનલ અને હાઈજીન કીટનું વિતરણ તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ - ૨૦૧૨ અન્વયે સેમિનારનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે અનાથ દીકરીઓને એજ્યુકેશનલ & હાઈજિન કીટનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજના અંતર્ગત મંજુરી હુકમ તેમજ દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આશિષભાઈ જોશી દ્વારા બાળકોને લગતી વિવિધ યોજનાઓ અંતર્ગત ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. લો કોલેજના પ્રોફેસર અવનીબેન આલ દ્વારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ - ૨૦૧૨ અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહીલા અને બાળ સુરક્ષા અધિકારી બી.કે.ગઢવી,દહેજ અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહીત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प