सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા જિલ્લાની કુલ ૨૮ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ ૨૨ કેસમાં રૂ.૪૭.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો....

જુદી-જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમુનાઓ લઈને ચકાસણી કરાઈ હતી

ભુરપૂરી ગોસ્વામી
  • Mar 18 2025 5:47PM
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્‍ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા.   

ફૂડ લેબોરેટરી દ્વારા નમુનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનુ જાહેર થયેલ છે. કેટલાક નમુનાઓના લેબલ પર યોગ્ય લેબલીંગ ન હોવાનુ પણ ધ્યાને આવ્યું હતું. ફુડ સેફટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ નમુનાઓને સંલગ્ન તમામ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયા હતા. જે તમામ કેસો ચાલી જતાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરીને કોર્ટ દ્વારા અલગ અલગ ૨૨ કેસોમાં રૂપિયા ૪૭,૫૦૦૦૦ (૪૭.૫ લાખ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

જેમાં વિમલ રિફાઇન્ડ કપાસીયા તેલ ધારા ધોરણ મુજબ ન હોવાથી ૦૪ પેઢીઓને રૂ. ૯.૫૦ લાખનો દંડ, A 1 Mint fresh liquid filled Gum, ૪૫૦ પેક નમુનામાં ગમની માત્રા ઓછી હોવાથી ૦૨ પેઢીઓને રૂ. ૩.૫૦ લાખનો દંડ, Vatula Cows Ghee Net contant 200ml Pack ઘી નમૂનામાં Acetylated mono and diglycerides ની હાજરી હોવાથી ૦૩ પેઢીને ૬.૫૦ લાખનો દંડ, Toned milk loose નમુનામાં મિલ્ક સોલિડ ફેટ snf નિયત માત્રા કરતા ઓછું હોવાથી રૂ.૧ લાખનો દંડ, Sunsofty tea special pasteurised homogenized toned milk from ના અલગ અલગ પેકિંગમાં મિલ્ક ફેટ અને snf ઓછા હોવાથી કુલ ૮ પેઢીઓને રૂ. ૮ લાખનો દંડ, મગફળીનું તેલ ધારા ધોરણ મુજબ ન હોવાથી એક પેઢીને રૂ. ૩ લાખનો દંડ, મીઠો માવામાં સ્ટાર્ચની હાજરીના લીધે રુ. ૩ લાખનો દંડ, ઘીમાં વનસ્પતિ તેલની હાજરીના લીધે રુ.૩ લાખ, ઘીમાં ફોરેન ફેટની હાજરી હોવાથી ૦૨ પેઢીઓને રૂ. ૮ લાખનો દંડ જ્યારે યોગ્ય લેબલિંગ ના હોવાથી કુલ ૦૬ પેઢીઓને રૂ. ૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार