અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું
અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન
અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં.
શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વ સાથે સ્વરાજ વિમર્શ યાત્રા અંતર્ગત અનંત રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયમાં ભારતીય જ્ઞાનતંત્ર સંમેલન યોજાઈ ગયું.
અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન કરવામાં આવ્યું અને યજ્ઞ, સમૂહ પ્રાર્થના સહિત વિવિધ ઉપક્રમોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને અંહિના વિદ્યાર્થીઓ સામેલ થયાં.
આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અન્ય કાર્યકર્તાઓ વિનોદ બોધનકર, ઈન્દિરા ખુરાના, સોનાઝારિયા મિંજ, મધુલિકા બેનરજી, સત્યનારાયણબુલ્લી શેટ્ટી, નરેન્દ્ર ચુગ, મૌલિક સિસોદિયા સહિત વિદ્વાનો અને કાર્યકર્તાઓ જોડાયાં. આ સંમેલનમાં સાંપ્રત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. વિવિધ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું.
કિવા પરિવારનાં આયોજન સાથે અનંત વિશ્વ વિદ્યાલયનાં યજમાનપદે આ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને વ્યવહાર સંદર્ભે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદ માટે જસ્મીન ગોહિલ, પુનિત કુમાર અને સાથીઓ સંકલનમાં રહ્યાં.
આ સંમેલન દ્વારા વૈશ્વિક સનાતન મૂલ્યો સાથે જીવન પ્રણાલી હેતુ અસરકારક આયોજનો પણ થઈ રહ્યાંનું ગુજરાત જળ બિરાદરીનાં કાર્યકારી સંયોજક મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प