सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું : કણજરી પાસેથી મૃતદેહ મળી આવ્યો

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

યેશા શાહ
  • Mar 21 2025 6:30PM
આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. યુવતી રિદ્ધિ સુથાર દોઢ વર્ષના બાળકની માતા હતી, આ ઘટના બાદ તેના ફોલોઅર્સ અને પરિવારજનોને આઘાતમાં  છે, રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો છે, પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાને લઈને વડતાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ આપઘાત પાછળના કારણો શોધવા માટે પ્રયાસ કરી રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार