ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલી જિલ્લાની ધારી ગ્રમ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી દીધી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના વિસ્તારો પ્રેમપરા, હકિપરા, વેકરીયાપરા, નવાપરા અને લાઇપરા જુથ ભેળવી દઇને ધારી નગરપાલીકાની રચના કરવામાં આવી છે. અમરેલી જિલ્લાનું ધારી એક મહત્વપુર્ણ શહેર છે. ધારીમાં ગીર પુર્વ અભ્યારણ્ય અને જંગલ વિસ્તાર આવેલ હોવાથી દર વર્ષે મોટી સંખ્યમાં પ્રવાસીઓ આવતા હોઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કરીને પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે અને સ્થાનિક રોજગારીની સાથે આર્થિક અને સામાજિક જીવન પણ સુધરે. નક્કી કર્યું છે. એટલુ જ નહી 25 જેટલા ગામોને તમામ સેવાઓ સરળતાથી મળી રહે તે માટે નગરપાલીકાની રચના કરવામાં આવી છે.
ધારીને નગરપાલીકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે, તેમજ લોકોને નગરપાલીકા લક્ષી સુવિધાઓ મળતા અમરેલી જિલ્લા મથક સુધી જવું નહી પડે.
અત્યારે 'અ' વર્ગની 22, 'બ' વર્ગની 30, 'ક' વર્ગની 60 અને 'ડ' વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.