ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામન મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પસંદ કરશે. મુંબઈમાં મળનારી બેઠકમાં હાજર રહી ભાજપ સંસદીય બોર્ડના નેતા તરીકે વરણી કરશે. દેવેન્દ્ર ફડણવીસ નું નામ મુખ્યમંત્રી તરીકે સૌથી આગળ પણ નવા નામની પણ શક્યતા. વધુમાં તમને જણાવી દઇએ કે 05 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ યોજાશે.
દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ
મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. 3 ડિસેમ્બરના રોજ યોજાનારી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ શકે છે. ભાજપના એક વરિષ્ઠ નેતા દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો. આ પહેલા કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાના ભાજપના નિર્ણયને ટેકો આપશે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, નવી બીજેપી ધારાસભ્ય દળની બેઠક પસંદ કરવા માટેની 3 ડિસેમ્બરે યોજાશે.