सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કોમ્બિંગ નાઈટ યોજાઈ

શહેરમાં મોડી રાત્રે ફરતા આવારા તત્વો સામે કડક પગલાં લેવાશે : નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી.ભરવાડ

યેશા શાહ
  • Mar 19 2025 2:55PM
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક જિલ્લાઓમા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર શહેરમાં કોમ્બિંગ નાઈટ યોજાયેલ, જેમાં મોડી રાત સુધી ફરતા લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને ફ્લેગ માર્ચ યોજાયેલ હતો. આ કોમ્બિગમા નડિયાદ શહેરના ટાઉન સહિત તમામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ., ડી-સ્ટાફ અને પોલીસ કોન્સ્ટેબલો આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. આ સાથે શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા આ વિશેષ ડ્રાઇવ યોજાશે જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, કાળી ફિલ્મવાળી ફોરવ્હીલર અને રાત્રે ફરતા આવારા તત્વો સામે કડક પગલાં લેવાશે તેમ નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી.ભરવાડે જણાવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार