વિકાસ સપ્તાહ ની ઉજવણી અન્વયે ભાવનગર જિલ્લામાં અંદાજે રૂ. ૨૫૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તારીખ ૭ ઓક્ટોબર-૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી વિકાસ યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.