ખેડા જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતીમાં સેવાલીયા ખાતે SPC કેમ્પમાં ચેતક કમાન્ડોનું પ્રદર્શન
ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી કુલ ૧૩ જીલ્લાના ૨૫૧ એસ.પી.સી કેડેટ નાઓએ ભાગ લીધેલ
ગુજરાત રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અતિ મહત્વનો પ્રોજેક્ટ એવો એસ.પી.સી (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેકટનો ઉદ્દેશ્ય બાળકોમાં શીસ્ત અને તેના સર્વાંગી વિકાસનો છે. જે અતર્ગત રાજ્યકક્ષાના કેમ્પનું આયોજન કરવાની જવાબદારી ખેડા-નડિયાદ પોલીસતંત્રને સોંપવામાં આવેલ.
જે અંતર્ગત આ કેમ્પનું આયોજન ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે કરવામાં આવેલ.આ કેમ્પને તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ ખુલ્લો મુકેલ જેમાં ગુજરાત રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર પંચમહાલ,મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય મળી કુલ ૧૩ જીલ્લા ના ૨૫૧ એસ.પી.સી કેડેટ નાઓએ ભાગ લીધેલ હતો .જેઓનું ટીમ ખેડા જીલ્લા પોલીસ દ્વારા વેલકમ કીટ આપી સ્વાગત કરવામાં આવેલ.
આ કેમ્પ દરમ્યાન બાળકોના સર્વાગી વિકાસ અને સવાયા નાગરિક તરીકે ઘડતર થાય તે ઉદ્દેશથી તેમજ રાષ્ટ્રપ્રેમ અને સંગઠનની ભાવનાને મજબૂત કરી શકાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ .જેમાં દરરોજ સવારે આઉટડોર પ્રવૃત્તિઓ જેવી કે યોગ, પ્રાણાયામ, વ્યાયામ, સ્કોડડ્રીલ, શ્રમદાન દ્વારા સ્વચ્છતાનું મહત્વ અને ઇન્ડોર ક્લાસરૂમની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે વકૃત્વસ્પર્ધા,ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ, સેલ્ફ ડિફેન્સની તાલીમ, ગ્રુપ ક્વિઝ, નાઈટ કેમ્પફાયર,સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તેમજ આ કેમ્પમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓ બોલાવીને બાળકોના જીવન ઘડતરના મૂલ્યો તેમજ કારકિર્દી ઘડતરનો ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.એસ.પી.સી.કેમ્પમા ભાગ લીધેલ તમાંમ કેડેટને પુરાતત્વ વિભાગની રૈયોલી ખાતે આવેલ ડાયનાસોર પાર્કની મુલાકાત કરાવેલ. આ કેમ્પમાં આજરોજ તા ૨૬/૧૧/૨૦૨૩ નાં રાજ્યની ચેતક કમાન્ડો ની ટીમ દ્વારા ટાટા લેક અને ડીપી વાહનોનો ટેબલો સાથે ,રેપલિંગ, સ્લેધરિંગ, બસ ઇન્ટરવેશન ડેમો,સ્નાઈપર એક્ટિવિટી, બી.ડી.ડી.એસ.ના સાધનો,આઈ.ઈ.ડી.ના મોડેલ્સ, અતિ આધુનિક શસ્ત્રપ્રદર્શન કરવામાં આવ્યું.ચેતક કમાન્ડોના આ પ્રદર્શનમાં ડી .વાય.એસ.પી. પી.જી.ધારૈયા, ડી.વાય.એસ.પી પી.આર.સાંગાણી, પી.આઇ વી.કે.પરમાર, પીઆઇ એસ.વી.ખાચર અને ચેતક કમાન્ડોના ૬૨ જવાનોની મહત્વની ભૂમિકા રહી
હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોલીસ અધિક્ષક ખેડા નડિયાદના માર્ગદર્શન નીચે આર .પી.આઈ એમ .આર.પરમાર, પીએસઆઇ ડી .બી.રાઓલ, પીએસઆઇ એ.બી.મહેરીયા તથા નવોદય સ્કૂલના વ્યા યામ શિક્ષક સી.પી.ઓ જયેશભાઈ દેસાઈ તેમજ તમામ જિલ્લાના સીપીઓ અને ડીઆઇઓ નું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प