નડિયાદ મનપામા મરીડા ગામનો સમાવેશ કરવા સ્થાનિકોની માંગ : આવેદનપત્ર પાઠવાયુ
નડિયાદ મહાનગરપાલિકામાં મરીડા ગામનો સમાવેશ ન કરાતા સ્થાનિકોમાં રોષ
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરાતા કહી ખુશી કહી ગમ દેખાઈ રહ્યો છે, જેમાં નડિયાદ મનપામાં મરીડા ગામનો સમાવેશ ન કરાતા સ્થાનિકો દ્વારા વહીવટકર્તાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકાની હદ વિસ્તાર સહિત યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ટુંડેલ, ડભાણ, બિલોદરા, ઉતરસંડા વગેરે ૧૦ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મરીડા ગામનો સમાવેશ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્ર આપી માંગ કરાઈ હતી કે, મરીડા ગામ નડીયાદથી નજીક હોવા છતાં તેનો સમાવેશ ન કરી મનપાની સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે, જેને લીધે ગ્રામજનોને મનપાની સુવિધાનો લાભ મળશે નહીં, આ બાબતે મરીડા ગામનો સમાવેશ મનપામાં કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प