ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીના રસ્તા બાબતે વિવાદ થતા હવામાં ફાયરિંગ : પોલીસે તપાસ હાથ ધરી
સેવાલિયા પોલીસે શાકિલ ઉસ્માનગની વ્હોરા સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધી
ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીમાં રસ્તા બાબતે બોલાચાલી થતા મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમભાઈ યાકુબભાઈ વ્હોરાની ફરિયાદના આધારે પોલીસે 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સાંજના સમયે ફરિયાદીના ભાઈ શાકીલ યાકુબભાઈ વ્હોરા નાઓ દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે 6 જેટલા લોકોનું ટોળું કારમાં ત્યાં આવેલ, જે બાદ આ ટોળાએ શાકીલ પર હુમલો કર્યો હતો, ઘાયલ શાકીલને પ્રાથમિક સારવાર બાદ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાત્રે બિલ્ડર શાકિલ ઉસ્માગની વ્હોરા 15 જેટલા સાથીદારો સાથે રિવોલ્વર, તલવાર અને લાકડીઓ લઈને સોસાયટીમાં આવેલ અને શાકિલે હવામાં ફાયરિંગ કરી ધમકી આપી હતી.
સેવાલીયા પોલીસે શાકિલ ઉસ્માનગની વ્હોરા, આમીર મંહમદ વ્હોરા સહિત નામજોગ 11 અને અન્ય 8-10 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી ઘટનાસ્થળે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प