सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું

શારીરિક કસોટીમાં પસંદગી પામેલા ૩૦ જેટલા ઉમેદવારો આગામી એક મહિના સુધી તાલીમમાં ભાગ લેશે

ભુરપુરી ગોસ્વામી
  • Dec 18 2024 3:55PM
બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ ખાતેથી કરાયો હતો. 

આ તાલીમ કાર્યક્રમ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઇચ્છુક યુવાનોને તૈયાર કરવાનો છે. ૨૧ બટાલિયન બી.એસ.એફ, દાંતીવાડા ખાતે યોજાયેલી આ પ્રારંભિક પસંદગી પ્રક્રિયામાં જિલ્લાના કુલ ૩૦૭ ઉમેદવારો હાજર રહ્યા હતા. શારીરિક કસોટીઓ જેવી કે વજન, ઊંચાઈ, છાતી અને દોડમાં ઉત્તીર્ણ થયેલા ૩૦ ઉમેદવારોની આગામી એક માસ માટેની નિ:શુલ્ક નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. 

આ તાલીમ કાર્યક્રમ દ્વારા યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવશે અને તેમને દેશ સેવાની તક મળી રહે તે અંતર્ગત તાલીમનું આયોજન કરાશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार