જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલ આંતકી હુમલામાં નિર્દોષ હિંદુ પ્રવાસીઓના મોત થયા હતા, આ બાબતે સમગ્ર દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ રોષ ફેલાયેલો છે.
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જન આક્રોશ રેલી નીકળી હતી.
હાય રે પાકિસ્તાન હાય હાય, પાકિસ્તાન મુર્દાબાદ, લેફ્ટનન્ટ વિનય કરવાલ અમર રહો, ભારત માતાકી જય, જય શ્રી રામ જેવા નારાઓ સાથે વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું.
આ રેલી આનંદવિહાર ઉતરતી બજારથી નીકળી પરાગવડ ખાતે સંપન્ન થઈ હતી અને ત્યાં મોટી સંખ્યામાં હાજર લોકોએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાયને બધા છૂટા પડ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प