નેહરુ યુવા કેન્દ્ર–નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અને તેના ઉપયોગથી દૂર રહેવા અંગે જાગૃતિ અને શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો.
આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણો પણ વધી રહ્યા છે. ભારત દેશ દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે. યુવાધન ડ્રગ્સ જેવી બદીના રવાડે ન ચડે તે માટે આવા કાર્યક્રમ દ્વારા વિવિધ પ્રયાસો થકી જાગૃતિ ફેલાવાઇ રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત નર્મદા જીલ્લાના યુવા અગ્રણી શ્રી ગૌરાંગ બારિયાએ ડ્રગ્સના પ્રકારો અને તેનાથી થતી આડ અસરો સહિતની માહિતી આપી હતી. તેમજ આસપાસ કે અન્ય કોઈ સ્થળે આ પ્રમાણે ડ્રગ્સનું વેચાણ થતું હોય તો પોલીસને માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો.
જીલ્લા યુવા અધિકારી સચિન શર્માએ ભારત સરકારનાં યુવાઓ માટેનાં વિવિધ કાર્યક્રમોની જાણકારી અને માય ભારત પોર્ટલ પર યુવાઓને પોતે રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો હતો. જેથી દેશમાં ચાલતા યુવાઓ માટેના કાર્યક્રમો સાથે સીધા જોડાઈ શકે.
આ કાર્યક્રમમાં નશા મુક્ત ભારત અભિયાનનાં સદસ્ય બાબાભાઈ રાઠોડ, એપ્રેન્ટીશ એડવાઈઝરશ્રી કૃનાલ પંચાલ, પ્લેસમેન્ટ એડવાઈઝરશ્રી કાર્તિક વસાવા, નેહરૂ યુવા કેન્દ્રનાં કાર્યક્રમ સુપર વાઈઝર ચંદ્રકાંત બક્ષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. નેહરુ યુવા કેન્દ્રનાં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો નિમિષા તડવી, રાજનીશ તડવી, પ્રતિક્ષા પટેલે કાર્યક્રમની સફળ માટે જહેમત ઉઠાવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प