ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)ના વિદ્યાર્થીઓ દ્વારા થરાદ તાલુકામાં આરબિટ્રેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાનૂની શિબિરોનું આયોજન કરાયું....
થરાદ તાલુકાના વિવિધ સાત જેટલા ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના LLBના છેલ્લાં વરસના વિદ્યાર્થીઓ આર્શ સોની, ભાશિત ભટ્ટ અને આરુશ દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત "સોટેસ" કંપનીનું નિમૉણ કરવામાં આવ્યું હતું જેમાં આરબિટ્રેશન એક્ટ 1996નું ગ્રામ્ય કક્ષાએ અમલ થાય તે અંતર્ગત થરાદ તાલુકાના વિવિધ ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાનૂની શિબિરો યોજાઈ.
પ્રોજેક્ટનો હેતુ: આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કોર્ટના ભારણમાં ઘટાડો કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આરબિટ્રેશન (સમાધાન) સુવિધા ઉપલબ્ધ કરાવવી અને લોકો માટે ઝડપી તથા ઓછા ખર્ચે ન્યાય પ્રાપ્ત કરાવવાનો છે.
પ્રોજેક્ટની કામગીરી: આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડુંવા, રાહ, પાવડાસણ, જેતડા, મોરીલા.ડોડગામ, અને મોરથલ વિગેરે ગામોમાં આરબિટ્રેશન કાનૂની શિબિરોનું આયોજન થયું. શિબિરોમાં નીચેના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું:
આરબિટ્રેશન પ્રક્રિયા અને તેના ફાયદા
ન્યાય માટે ઓછા ખર્ચ અને સમયની પ્રાથમિકતા
કોર્ટેની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયાને ટાળવાના રસ્તાઓ
મુખ્ય સભ્યોની હાજરી: આ શિબિરોમાં "સોટેસ" ટીમના આર્શ સોની, ભાશિત ભટ્ટ, આરુશ.અગ્નિ સાથે સ્થાનિક સંસ્થા સર્વોદય ગ્રામ વિકાસ વિવિધલક્ષી મંડલના પ્રમુખ નિલેશભાઈ પરમાર અને સ્થાનિક આગેવાનોમાં બાદરસિંહ ચૌહાણ, હરચંદભાઈ પરમાર પિરાભાઈ નજાર સહિત ઉપસ્થિત રહ્યા.
"સોટેસ" સ્ટાર્ટઅપના લક્ષ્યો:
1. કોર્ટના ભારણમાં ઘટાડો લાવવો
2. સમાધાન પ્રક્રિયાની મહત્તા ગ્રામ્ય વિસ્તારોમાં સમજાવવી
3. ન્યાયિક પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને ટકાઉ બનાવવી
4. નાની બાબતો માટે લોકોએ સમાધાનનો માર્ગ અપનાવવા પ્રોત્સાહન આપવું
સ્થાનિક આગેવાનોના મંતવ્યો: ડુંવા ગામના પૂર્વ સરપંચ શ્રી પોપટભાઈ ડાંગીએ જણાવ્યું કે:
"આરબિટ્રેશનની પ્રક્રિયા ગામના નાગરિકોને ન્યાય પ્રાપ્ત કરવા માટે સરળતા લાવશે. નાની-મોટી કાનૂની બાબતોનો ઝડપી ઉકેલ થશે, જે લોકોનો સમય અને પૈસા બંને બચાવશે."
ગામલોકોનો પ્રતિસાદ: ગામલોકોએ આ પ્રોજેક્ટને અનોખી અને ઉપયોગી ગણાવી. તેમના મતે, ગામમાં જ ન્યાયિક મંચ ઉપલબ્ધ થતા ન્યાયની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. આ પ્રોજેક્ટ ગામના લોકો માટે ન્યાય મેળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प