सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રેવ્સ એકેડેમી દ્વારા એવોર્ડ ફંકશનની ઉજવણી

બાળકનો આત્મવિશ્વાસ વધે તે માટે ઝડપી ગણતરીનો ડેમો આપ્યો

સુરેશ પારેખ
  • Jan 2 2023 6:28PM

 બાળકોને કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી ગણતરી શીખવાડતી કપડવંજની એકમાત્ર સંસ્થા રેવ્સ એબેકસ એકેડેમીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી તથા 3rd/4th ઇન્ટરક્લાસ કોમ્પિટિશન (૨૦૨૧/૨૦૨૨) ની એવોર્ડ સેરેમનીનું મોડાસા રોડ પર આવેલ નંદિની પ્લાઝામાં આયોજન કર્યુ હતું.

 આ પ્રસંગે રેવ્સના બાળકો અને પેરેન્ટસે ભાગ લીધો હતો. જેમાં બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે બાળકો દ્વારા ગ્રુપ ડાન્સ કરાયો હતો, તથા દરેક બાળકનો આત્મવિશ્વાસ વધે તે માટે ઝડપી ગણતરીનો ડેમો બાળકો દ્વારા અપાયો હતો.

 આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શારદા કેળવણી મંડળના ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ભગીની સેવા સમાજના પ્રમુખ, કપડવંજ કેળવણી મંડળના ઉપપ્રમુખ નીલાબેન પંડ્યા, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલ તથા રેવ્સ એકેડમીના ફાઉન્ડર ડિરેક્ટર રીશી આચાર્યએ  ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રેવ્સનો પરિચય અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત રેવ્સના એકેડેમીક હેડ નિકી મેડમે કર્યુ હતું.આ સુંદર આયોજન બદલ વાલીઓએ સંચાલક પૂજાબેન આચાર્યનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા રેવ્સના સેન્ટર હેડ નિકી કૌશલના નેતૃત્વમાં ફેસીલીટેટર દિવ્યા ચાવડા, રીંકલ યાદવ, સાલેહા શેખ અને ચિરાગ સોલંકીએ સાથ આપ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार