ખેડા જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાએ જણાવ્યું કે, સરકારની લાભકારી યોજનાઓ વિષે જાગૃતતા લોકોમાં આવે તે અહીં બેઠેલા સૌ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે. ત્યારબાદ પ્રભારી સચિવ દ્વારા જિલ્લા, તાલુકા, અને ગ્રામ્ય સ્તરની કમિટીની સમીક્ષા કરી યાત્રા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પ્રભારી સચિવ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પી.એમ.યુ.વાય., એસ.એચ.સી. નિદર્શન, જૈવિક ખેતી, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિશાન યોજના, ઓ.ડી.એફ., જલ જીવન મિશન, જન ધન યોજના, જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશનના વિષે અધિકારીઓ થી માહિતી મેળવી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રભારી સચિવએ ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प