सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજમાં સ્કૂલવાન ચાલકોની હડતાલને પગલે અઠવાડિયાથી વાલીઓ પરેશાન

કપડવંજમાં 2000 થી વધુ વાલીઓ છેલ્લા એક અઠવાડિયાથી પોતાના બાળકોને શાળાએ લેવા મુકવા જવા મજબૂર બન્યા

સુરેશ પારેખ
  • Jun 24 2024 5:02PM
બાળકોને શાળાએ મૂકવા વાલીઓ આવતા ટ્રાફિક જામ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા શાળાઓના શૈક્ષણિક સત્રના પ્રારંભે જ કડક નિયમો અમલમાં મુકતા ઠેકઠેકાણે સ્કૂલમાં ચાલકો હડતાલ પર ઉતરી પડ્યા છે.
 કપડવંજ શહેરમાં સત્રના પ્રારંભે જ સરકારના સ્કૂલ વાહનો સામેના કડક નિયમોને પગલે કપડવંજમાં પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે કપડવંજમાં સ્કૂલવાના 100 થી વધારે વાહનચાલકો હડતાલ પર ઉતરી પડ્યા છે. શાળાનો શૈક્ષણિક સત્ર શરૂ થયા અને 10 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે. અને વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે ત્યારે 2000થી વધુ વાલીઓ પોતાના કામ ધંધા-રોજગાર અને નોકરી બાજુ પર મૂકી પોતાના બાળકોને શાળાએ લેવા તેમજ મૂકવા માટે મજબૂર બન્યા છે. વાલીઓમાં તેમજ સ્કૂલ ચાલકોની હડતાલ સમેટાઈની રાહ જોઈને બેઠા છે. સ્કૂલ વાનચાલકો દ્વારા ટૂંક સમયમાં હડતાલ સમેટી દેવાશે તેમ જાણવા મળ્યું છે. સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતરી જતા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે પોતાના કાર તેમજ દ્રીચક્રીય વાહનો લઈને શાળાના સમયે પહોંચી જાય છે જેથી શાળાના ગેટની બહાર તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार