सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કળિયુગમાં આપણી સનાતન ધર્મજગ્યાઓ જ ચમત્કાર છે. - ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ભાગવત કથામાં કૃષ્ણ જન્મ પ્રસંગ સાથે ઠાકરધામ બાવળિયાળી ગોકુળિયું બન્યું

મૂકેશ પંડિત
  • Mar 19 2025 6:20PM
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં પ્રસંગ સંકીર્તન લાભ મળી રહ્યો છે. આજે અવતાર વર્ણનમાં કૃષ્ણ જન્મ પ્રસંગ સાથે ઠાકરધામ બાવળિયાળી ગોકુળિયું બન્યું અને સૌ ભાવિકોએ નંદ ઉત્સવ મનાવ્યો. વ્યાસપીઠ પરથી ભાઈ શ્રીએ કહ્યું કે, કળિયુગમાં આપણી સનાતન ધર્મજગ્યાઓ જ ચમત્કાર છે.

સંત નગાલાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા લાભ મળી રહ્યો છે. કથામાં આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મ પ્રસંગ વર્ણન અવતાર વર્ણનમાં કૃષ્ણ જન્મ પ્રસંગ સાથે ઠાકરધામ બાવળિયાળી ગોકુળિયું બન્યું અને સૌ ભાવિકોએ નંદ ઉત્સવ મનાવ્યો. 

વ્યાસપીઠ પરથી ભાઈ શ્રીએ કહ્યું કે, કળિયુગમાં આપણી સનાતન ધર્મજગ્યાઓ જ ચમત્કાર છે, જ્યાં સંતો દ્વારા ભૂખ્યાં દુખ્યાંને જીવનની પિડા દૂર થઈ રહી છે. આજનાં કથા પ્રવાહ સાથે ૐકાર મહાત્મ્ય સમજાવતાં હિન્દુ, જૈન કે શીખ ઉપાસનામાં પ્રણવ મંત્ર ૐ સ્થાન મહિમા પ્રસ્તુત કરેલ. 

આત્મા અને પરમાત્માનો અંત નથી, તે અનાદી છે. અધ્યાત્મ અને ધર્મ વ્યાખ્યા સમજાવતાં હળવો કટાક્ષ કરતાં ભાઈ શ્રીએ કૌરવ અને પાંડવોની સંખ્યા તથા ધર્મ સંદર્ભે કહ્યું કે, ધર્મમાં સત્યનો જ વિજય થાય, સંખ્યાનો નહિ જ્યારે આજની ચૂંટણીઓમાં સંખ્યાનો વિજય થતો રહ્યો છે, ધર્મનો નહિ. તેઓએ જાતિવાદ અંગે રંજ વ્યક્ત કરી આપણી વર્ણ વ્યવસ્થામાં કોઈ ઊંચ નીચ નહીં પરંતુ શરીરમાં તમામ અંગોનું સ્થાન વિશેષ અને અનિવાર્ય છે તેમ સમાજમાં તમામ વર્ણ જ્ઞાતિ પોતપોતાનો મહિમા ધરાવે છે.

મહંત રામબાપુનાં સાનિધ્ય સાથે આ કથા પ્રસંગે સંતો મહંતો અને કથાકારો સાથે અગ્રણીઓની ઉપસ્થિતિ રહે છે. રાજેન્દ્રદાસજી મહારાજ, વિજય બાપુ, જીગ્નેશદાદા, રામબાપુ, જગજીવનદાસ બાપુ, કરપાત્રીજી મહારાજ, વિશ્વાનંદ માતાજી, હબીબ માતાજી, વિષ્ણુદાસજી દાણીધારિયા, વૈશાલીબાળાજી સહિત મોટી સંખ્યામાં જોડાયાં હતાં. 
વ્યાસપીઠ આયોજન સંકલનમાં પ્રવિણભાઈ દવે તથા હાર્દિકભાઈ જોશી અને નરેશભાઈ મહેતા રહ્યાં છે. કથામાં આસપાસ તેમજ દૂર સુદુરથી ભાવિકો શ્રધ્ધાળુઓ લાભ લઈ રહ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार