सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાનું ગૌરવ : ક્રિકેટર રૂદ્ર પટેલની તાજેતરમાં અંડર ૧૯ વર્લ્ડ કપની ઇન્ડિયા ટીમમાં પસંદગી થઈ

BCCIની સત્તાવાર જાહેરાત બાદ પરિવારજનોમાં ખુશીનો માહોલ : આગામી સમયમાં યોજાનાર વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં રૂદ્ર પટેલની પસંદગી.

યેશા શાહ
  • Dec 14 2023 5:40PM
ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે, જેમાં ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશનનો ક્રિકેટર રૂદ્ર પટેલની તાજેતરમાં અંડર ૧૯ વર્લ્ડ કપની ઇન્ડિયા ટીમમાં પસંદગી થવા પામેલ છે. આ બાબતે BCCI દ્વારા આગામી વર્ષ ૨૦૨૪માં રમાનારી આ ટુર્નામેન્ટ માટે રૂદ્ર પટેલનુ સિલેક્શન થતા જિલ્લા ક્રિકેટ એસોસિએશન તેમજ પરિવારજનો, મિત્ર વર્તુળોમાં ખુશીની લહેર છવાઈ છે અને રૂદ્ર પટેલને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

૧૮ વર્ષિય રૂદ્ર પટેલનુ મૂળ વતન ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ચપટીયા ગામ અને હાલ આણંદના વિદ્યાનગરમાં રહે છે, તે લગભગ છેલ્લા ૫ વર્ષથી ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન સાથે સંકળાયેલો છે અને જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરી આશરે ૭૦થી વધુ ક્રિકેટ મેચ રમેલો છે. ક્રિકેટમાં તેનુ પહેલેથી જ દેખાવ સારો રહ્યો છે. રૂદ્ર છેલ્લા બે વર્ષથી ક્રિકેટમાં ઉત્કૃષ્ટ દેખાવ હોય ગુજરાતની ટીમમાં પસંદગી થયો હતો. તે બાદ તાજેતરમાં ત્રણ દેશની અંડર ૧૯ ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં કુલ ૭ મેચમાં ૫૭૫ રન કરી મેન ઓફ ધી સિરિઝ જાહેર થયો હતો. આમ ઉત્કૃષ્ટ દેખાવના કારણે તેનુ સિલેક્શન આગામી ૨૦૨૪મા રમાનાર અંડર ૧૯ વર્લ્ડ કપમાં ઇન્ડિયા અંડર ૧૯ ટીમમાં થઈ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार