વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.
લૂંટ અને ધાડના ગુનાના આરોપીને જાહેરમાં ફેરવીને પોલીસે લોકોને ખાતરી આપી હતી કે આવા ગુના કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવશે.
પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
પોલીસની આજની આ કાર્યવાહી જોઈને વાલોડ નગરમાં ખૂબ ચર્ચા થવા પામી છે.
વાલોડ ભાવના હોટલ થી બુટવાડા જતા રોડ પાસે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું
વાલોડ ભાવના હોટલથી બુટવાડા જતા રોડ ઉપર ડીજીવીસીએલ ઓફીસના કમ્પાઉન્ડ પાસે 6 જેટલા વ્યક્તિઓએ ભેગા મળીને લૂંટની ઘટનાને અંજામ આપેલ હોય ત્યારે આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. અને બુધવારના રોજ સાંજે એક આરોપીઓને સાથે રાખી વાલોડ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું.તેમજ લૂંટનું રી- કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. હાલમાં થોડા દિવસ અગાઉ મૂળ તમિલનાડુના અને હાલમાં સુરત જિલ્લાના ચલથાણ ખાતે રહેતા કર્પસ્વામી અયાવું તથા શિવા સુબ્રમણી વેલુ સ્વામી એ પોતાના શેઠ પલની સ્વામીના વ્યાજના ધંધાના અલગ અલગ ધંધાર્થીઓને આપેલ વ્યાજના નાણાંની ઉઘરાણી કરવા ચલથાણ ખાતેથી યુનિકોન મોટરસાયકલ પર સવાર થઈને વાલોડ ખાતે આ વેડછી સર્કલ ખાતે આવેલા બાબા આમલેટ ની લારી તથા હોટલ હોટ ચીલી ખાતેથી નાણાની ઉઘરાણી કરી વાલોડ વેડછી સર્કલ થઈ ભાવના હોટલની સામેથી બુટવાડા ગામ તરફ જતા રોડ ઉપર સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં ડીજીવીસીએલ ઓફિસ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે અરસામાં ત્રણ મોટરસાયકલ સવાર જે પૈકી R 15 , splendor તથા scooty મોપેડ ઉપર સવાર કુલ 6 અજાણ્યા ઇસમોએ કર્પસ્વામી તથા શીવા સુબ્રમણી ને રસ્તામાં રોકી ધમકી આપી હતી, તેમજ ઢીક્કા મુક્કીનો માર મારી ચપ્પુ બતાવી તેમની પાસેથી 9000 રૂપિયા રોકડા તથા ત્રણ મોબાઇલ એમ મળી કુલ કિંમત રૂપિયા 18000 રૂપિયાની લૂંટ કરી આ છ ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લૂંટના બનાવને પગલે કર્પ સ્વામી અયાવુંએ વાલોડ પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી આરોપીઓ ની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે આ લુંટની ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પ્રજામાં આ પ્રકારના તત્વોને કારણે કોઈ ડર ન રહે તે માટે વાલોડ પોલીસ દ્વારા એક આરોપીનું સરઘસ કાઢીને રી - કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વાલોડ નગરના વિસ્તારમાં પોલીસે આરોપીને સાથે રાખી સરઘસ કાઢ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प