सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) ૨૮મી batchનો પદવીદાન સમારોહ યોજાયો

આ કાર્યક્રમમાં ૧૫૦ બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર શુભ આશિઁવાદ સહ આપવામાં આવેલ

યેશા શાહ
  • Feb 11 2025 4:41PM

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) 28મી batch નો પદવીદાન સમારોહ યોજાયો.

૧૫૦ બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર પરમ પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજજી તેમજ  સંતશ્રી નિગુઁણદાસજી મહારાજના હસ્તાક્ષર વાળું અને પ.પૂ. પ્રાતઃ સ્મરણીય વિતરાગી તપસ્વી સંત શ્રી કલ્યાણદાસજી મહારાજજી (પૂ.બાબાજી)   (અમરકંટક -ડોલ હિમાલય દેવ સ્થાન)ના શુભ હસ્તે આશિઁવાદ સહ આપવામાં આવેલ હતાં અને વિશેષ સંતવૃંદ ની ઉપસ્થિતી બાળકો ના ઉજવ્વલ ભવિષ્ય માટે પ્રેરણાદાઈ બની રહ્યા અને સંતવૃંદોના આશીર્વાદ બાળકોને  પ્રાપ્ત થયા.

પ .પૂ સંત શ્રી કલ્યાણદાસજી મહારાજજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતુ કે,  માતા- પિતા એ બાળકના ઉંમરના અલગ- અલગ તબક્કામાં  બાળકો ને ઉત્તમ ઉછેર,પ્રેમ, લાગણી, શિસ્તતા, પ્રેરણા સાથે કેવી રીતે કરવો જેથી  બાળક તેનાં જીવનમાં મહેનત કરી  પડકારો ને પાર કરી સફળતા મેળવી શકે. અને એક ઉત્તમ સમાજનું નિર્માણ થાય.
તથા સંત વિશ્વેશ્વર મહારાજે  ઉપસ્થિત માતા- પિતા ને બાળકો નો  માનસિક તથા શારિરિક  વિકાસક્રમ પ્રમાણે બાળ ઉછેર હકારાત્મક રીતે કેવી રીતે થાય તેની સમજણ આપી હતી અને બાળકોને આશીર્વાદ પાઠવ્યાં હતાં.

સંત નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार