ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી
કિર્તન, પ્રભાતફેરી સહિત શોભાયાત્રા અને વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું
ઉમરેઠ ખાતે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ઉજવણી શ્રી મથુરદાસ ભીખાભાઈ શાહ તડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૦૬.૦૦ કલાકે વૈષ્ણવ મંદિરથી પ્રભાતફેરીનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતુ. સવારે ૧૦.૦૦ કલાકે પલના, તિલક ત્યાર બાદ રાજભોગ દર્શનનું વિશેષ આયોજન સાત સ્વરૂપની હવેલી, મોટા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. બપોરે ૦૨.૩૦ કલાકે નગરની એકડીયાની વાડી ખાતે ભવ્ય કીર્તન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ૦૩.૩૦ કલાકે શોભાયાત્રા નિકળી હતી જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. શોભાયાત્રાનું વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભક્તો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प