सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે - મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢશિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એબીપી અસ્મિતા મહા સંવાદ કાર્યક્રમ યોજાયો

શૈશવ રાવ નર્મદા
  • Oct 11 2024 6:05PM

રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢશિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એબીપી અસ્મિતા મહા સંવાદ કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વમાં છેલ્લા ૨૩ વર્ષમાં થયેલી વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના 23 આઈકોનિક સ્થળો ખાતે વિકાસ સંવાદ કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આંગણે આવેલા વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રોઢશિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં એબીપી અસ્મિતા ચેનલ દ્વારા ટોક શો મહા સંવાદ કાર્યક્રમ સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમ શરૂ થતાં પૂર્વે SOUનાં CEO શ્રી ઉદિત અગ્રવાલે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી.  

આ સંવાદ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત સ્થાનિક પદાધિકારીઓ, નાગરિકો જોડાયા હતા. જેમાં નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધના નિર્માણ કાર્ય અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના થવાથી જિલ્લાના વિકાસને ઝડપી મળેલા વેગ અને સ્થાનિકોને મળેલી રોજગારી ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 

આ સંવાદ દરમિયાન મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ માં નર્મદાના કિનારે આવેલું એક તીર્થ સ્થળ છે. દેશ વિદેશ અને રાજ્યભરના પ્રવાસીઓ અહીં માત્ર ફરવા માટે નહીં પરંતુ સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે અને સરદાર સાહેબના સાનિધ્યમાંથી નવી ઉર્જા- નવા વિચારો અખંડ ભારતના શિલ્પી લોહપુરૂષને વંદન કરી પ્રેરણા લઈને જાય છે. એકતાના મૂલ્યોને શીખવતી આ સરદાર સાહેબની પ્રતિમા નહીં પણ પ્રતિભા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું દર્શન કરાવે છે.  

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઓક્ટોબર 2001ના રોજ શપથ ગ્રહણ કર્યા ત્યારથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસનો વિકાસ મંત્ર આપ્યો છે. આ વિકાસના પથ ઉપર આગળ વધતાં જ્યોતીગ્રામ યોજનાના માધ્યમથી છેવાડાના માનવીના ઘર સુધી અજવાળું પાથરી લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. આ પ્રયાસોના કારણે અને લોકોના વિશ્વાસથી જ વિકાસરથ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સતત આગળ ધપતો ગયો. વિકાસમાં સૌથી મહત્વનું પાસું એટલે શિક્ષણ. શિક્ષણ યજ્ઞને વધુ આગળ ધપાવવા શાળા પ્રવેશોત્સવ- કન્યાકેળવણી મહોત્સવ થકી બાળકોને આંગળી પકડીને શાળાએ લઈ જવાનો પ્રયાસ શરૂ કરાવ્યો, લોકો સ્વયંભૂ જોડાતાં આદિવાસી પંથકમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. આશ્રમશાળાઓ, નિવાસી શાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલો, દિકરીઓ માટેની મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલો, બિરસામૂંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા પુરી પાડી રાજ્યસરકાર આદિવાસી વિદ્યાર્થીઓના વાલીની જેમ સંભાળ રાખી રહી છે. ભૂતકાળમાં મેડિકલ ક્ષેત્રમાં આદિવાસી વિદ્યાર્થીઓની બેઠકો ખાલી રહેતી હતી પરંતુ હવે વિવિધ ક્લાસિસના માધ્યમથી વિદ્યાર્થીઓ ક્લોવિફાઈ થઈને તબીબી શિક્ષણ ક્ષેત્રમાં એડમિશન મેળવતા થયા છે જેથી હવે તમામ બેઠકો ભરાતા મેડિકલ ક્ષેત્રમાં આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર બની આગળ વધી રહ્યાં છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણ સાથે આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ લાગુ કરી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. એકતાનગરના આંગણે આવતા પ્રવાસીઓને સખીમંડળની બહેનો મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓ બનાવી મહેમાનોને પ્રેમથી જમાડે તેવા ભાવ સાથે ભોજન પીરસી હોમસ્ટેના માધ્યમથી પણ રોજગારી મેળવે છે. નર્મદા જિલ્લાની બહેનો પિંક રિક્ષા ચલાવી વડાપ્રધાન ના સ્વપ્નને રોજગારીથી ચરિતાર્થી કરી રહી છે.  

મંત્રી એ જણાવ્યું કે, આદિવાસી સમાજની અસ્મિતા- ગૌરવ જાળવવા સરકારશ્રીએ અનેક પ્રયાસો કર્યા છે. ગામડાના લોકોને શહેર જેવી માળખાગત સુવિધા મળી રહે તે માટે કાર્યો કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતાનગર ખાતે નિર્માણ થતાં આસપાસના ગામના યુવાનો-મહિલાઓને ઘર આંગણે રોજગારી મળી  છે જેના કારણે પરિવારો પગભર બન્યા છે. કૃષિક્ષેત્રમાં નવા આયામોથી ખેડૂતોની આવક બમણી થઈ છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આપવામાં આવતા માર્ગદર્શનથી હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળી ખેડૂતો આર્થિક સમૃદ્ધી સાથે આગે કદમ માંડી રહ્યા છે. 

ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં વાહનોના ઉત્પાદન ક્ષેત્રે મહત્વની જરૂરિયા એવા સેમી કન્ડક્ટરનું ઉત્પાદન પણ હવે ગુજરાતમાંથી થવા જઈ રહ્યું છે જે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. ઔદ્યોગિક ક્ષેત્રે આગળ ધપેલું ગુજરાત સમગ્ર દેશમાં સિમાચિન્હરૂપ બનીને આગળ આવ્યું છે. સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત રોજગારીનું સર્જન કરી વિકાસ પથ પર સતત આગળ ધપી રહ્યું છે. 
 
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી દિનેશભાઈ તડવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ સત્તામંડળના અધિક કલેક્ટર સર્વશ્રી ગોપાલ બામણીયા અને  નારાયણ માધુ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા,   નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર,  સહિત SOUના કર્મચારીઓ અને નાગરિકો આ ટોક શોમાં સામેલ થયા હતા.  

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार