सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વ્યક્તિનો ડર અને લાલચ ને કારણે બને છે 70 ટકા સાયબર ક્રાઇમની ઘટનાઓ : ખેડા-નડિયાદ પોલીસ અધિક્ષક

યેશા શાહ
  • Aug 2 2024 6:13PM
આજના ટેક્નોલોજી યુગમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે ઓનલાઇન ક્રાઈમમાં વધારો થવા પામેલ છે, જેને લઈ ગુજરાત પોલીસ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, આ ભાગરૂપે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આજના આધુનિક સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ દરેક વ્યકિત માટે અનિવાર્ય બની ગયેલ છે. ઇન્ટરનેટ દ્વારા લોકોની સુવિધામાં વધારો થઇ રહેલ છે તેની સાથે સાથે ઇન્ટરનેટને લગતા ગુન્હાઓમા પણ સતત વધારો થઇ રહેલ છે. આધુનીક ટેક્નોલોજી સતત વિકસતી રહે છે તેની સામે સાયબર ક્રાઇમ આચરવાની મોડેસ ઓપરન્ડી પણ સતત બદલાતી રહે છે. જે બાબતે ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા અત્રેના ખેડા જીલ્લા ખાતે કરવામાં આવતી સાયબર ક્રાઇમની સારી કામગીરી જેવી કે, લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત ( રિફંડ) જેવી બાબતે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. જે બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે સંદર્ભે મુદ્દાઓ વિશે સમજ આપવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પોલીસ વડાએ ખુબ જ અગત્યની અને મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે વ્યક્તિ જો પોતાના ડર અને લાલચ પર કાબુ મેળવી લે તો તેઓ સાયબર ક્રાઈમ જેવા મહત્વના ગુનામાંથી બચી શકે છે. સાયબર ક્રાઇમ માં બનતી 70% ઘટનાઓ એ વ્યક્તિના લાલચ અને તેના ડરને કારણે બનતી હોય છે. ગુનેગાર ઓ વ્યક્તિઓને લોભામણી જાહેરાતોમાં ફસાવે છે અથવા તો પછી તેઓને ગંભીર ગુનામાં ફસાવવાનો ડર બતાવી તેમની સાથે છેતરપિંડી કરતા હોય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार