सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

એસટી બસમાં ચઢવા જતી વિદ્યાર્થીની ડ્રાઇવરની ભૂલથી રોડ પર પટકાઈ

આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં લાલ દરવાજા હાઇવે પર એસટી બસ સ્ટોપજ છે અને ત્યાં બસ સ્ટેન્ડ પણ બનેલ છે. આ સ્ટોપજથી ખુબ મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ દૈનિક એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી એસટી બસ બસ સ્ટેન્ડ પાસે નહી પણ હાઇવે પર ટ્રાફિકમાં ઉભી રહે છે જેથી મુસાફરોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે.

ધનંજય શુક્લ
  • Aug 2 2024 4:52PM

ઉમરેઠમાં રહેતી શ્રુતી કૌશિકભાઈ પટેલ અભ્યાસ અર્થે એસટી બસ દ્વારા સારસા અપડાઉન કરે છે. મંગળવારનાં રોજ બસ સ્ટેન્ડને બદલે રોડ પર ઉભી રહેલી શામળાજી - વડોદરા બસમાં જ્યારે શ્રુતીબેન ચઢી રહ્યા હતાં ત્યારે બસ ડ્રાઈવરે બસ ચાલુ કરી દેતા શ્રુતીબેન રોડ પર પટકઈને બસની નીચે આવી ગયા. આ કારણે તેમના બંને પગમાં ઈજાઓ પહોંચી છે.

સરકારી બસની આવી બેદરકારી કે બસનો દરવાજો ખુલ્લો છે અને વિદ્યાર્થીઓ ચઢી રહ્યા છે ત્યારે બસ દોડવા લાગે છે તેનો ભોગ બનેલ આ વિદ્યાર્થીનીને ન્યાય કેવી રીતે મળશે ? શું એસટી તંત્ર આવી જ રીતે કોઈ મુસાફરોના જીવનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે ?

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार