सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

થરાદના લુણાવા ગામે‌ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ઉજવાઈ

થરાદ તાલુકાના લુણાવા ગામે‌ ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી,

અરવિંદ પુરોહિત
  • Feb 5 2025 6:30PM
થરાદ તાલુકાના લુણાવા ગામે‌ ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી, સમસ્ત ખશાલજી ગેહલોત પરિવાર દ્વારા લુણાવા ગામે‌ બે વર્ષ પૂર્વે શેભરીયા ગોગા મહારાજની પ્રતિષ્ઠા યોજાતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે તિથિની ઉજવણીના ભાગરૂપે ગત ૩ ફેબ્રુઆરીના રોજ રાત્રે રાજન કાપરા સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભજન સત્સંગ ડાયરો યોજાયો હતો અને ૪મી ફેબ્રુઆરીના રોજ યજ્ઞ યોજાતા યજ્ઞાચાર્ય શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનોએ હવનમાં આહુતિઓ‌ આપી ગોગા મહારાજને પ્રાર્થના કરી હતી, આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખ બાબરાભાઈ, લુણાવા ગામના અગ્રણી રમેશભાઈ ફૂલાજી માળી સહિત સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાઓ, બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિથિની ઉજવણીમાં શોભા વધારી હતી.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार