બનાસકાંઠા પાલનપુર સદભાવના ગ્રુપ આયોજિત ભોજન રથ આમ જનતા માટે આશીર્વાદરૂપ રૂપ બન્યો છે...
પોતાના જન્મદિનને સેવાદિન તરીકે લોકો ભોજન રથના માધ્યમથી જરૂરીયાતમંદને જમાડીને જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે.
બનાસકાંઠા પાલનપુર ખાતે વર્ષોથી સેવામાં કાર્યરત એવા સદભાવના ગ્રપ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલો ભોજન રથ આમ જનતા સામાન્ય નાગરિક માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યો છે. દરરોજ નિયમિત સમપર્ણ હોસ્પિટલ,ડોક્ટર હાઉસ અને જોરાવર પેલેસ વિસ્તારમાં એનકો લોકો કઢી-ખીચડીનું સ્વાદીષ્ઠ અને પૌષ્ટિક ભોજન પ્રેમથી જમી રહ્યા છે. ભોજન રથમાં ભોજન લેનારા લોકોએ કઢી-ખીચડી ખાધા બાદ ગુણવત્તા અને ભોજન રથની સ્વચ્છતાને બિરદાવી રહ્યા છે. ખાસ કરીને હોસ્પિટલમાં આવતા દર્દીઓ એમના સગાઓ અને જોરાવર પેલેસ સ્થિતિ સરકારી કચેરીમાં ગામડેથી પોતાના કામ આર્થે આવતા આમ નાગરિકો સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ભોજન રથનો લાભ રહી રહ્યા છે.
સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી એ જણાયું હતું કે,પોતાના જન્મદિનને સેવાદિન તરીકે લોકો ભોજન રથના માધ્યમથી જરૂરીયાતમંદને જમાડીને જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. એ ઉપરાંત પોતાના પરિવારમાં કોઈ સ્વજનની પુણ્યતિથિ નિમિતે પણ જરૂરીયાતમંદને ભોજન રથના માધ્યમથી ભોજન કરાવી રહ્યા છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प