सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠ ખાતે “SHE TEAM” અને સ્થાનિક પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ “મહિલાઓ સાથે મહિલાઓ માટે”

લાયન્સ ક્લબના રીઝનલ ઓફિસર, ઉમરેઠ લાયન્સ ક્લબ સભ્યો, ઉમરેઠ બ્રહ્માકુમારીઝ ના નીતાબેન, શ્રી સંતરામ માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા

ધનંજય શુક્લ
  • Jan 3 2025 11:27AM
શ્રી સંતરામ માધ્યમિક શાળા ઉમરેઠ ખાતે ઉમરેઠ પોલીસ સ્ટ્રેનશના પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. બુલાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વૈધ, ઉમરેઠ પોલીસ સ્ટ્રેશનના “SHE TEAM" ના મહીલા કર્મચારીઓ તેમજ શ્રી સંતરામ માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ ઉપસ્થિતિમાં મહીલા સશક્તિકરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

મહિલા સુરક્ષા માટેની જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારીઝ સેન્ટર ઉમરેઠના નીતાબેન, લાયન્સ કલબના રીઝનલ ઓફિસર ચીરેન્દ્રભાઇ બી. પંચાલ, પ્રેસીડેન્સી સેજલબેન પંચાલ, સેક્રેટરી ડોલીબેન પટેલ, ચાઇલ્ડ ઓફિસર, મહિલા અને બાળ અધિકારી, ઉમરેઠ લાયન્સ કલબના સભ્ય, શ્રી સંતરામ માધ્યમિક શાળાના આચાર્ય, શાળાનો શિક્ષકગણ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ શાહ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, ઉમરેઠ નગરપાલિકાના સભ્યો વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ઉમરેઠ શ્રી સંતરામ માધ્યમિક શાળામાં બાળકીઓને 'ગુડટચ બેડટ્ચ', 'મહીલા સશક્તિકરણ', 'ચાઇલ્ડ હેલ્પલાઇન', 'સાયબર ક્રાઇમ હેલ્પલાઇન' તથા 'અભયમ ૧૮૧' ને લગતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત સરકાર શ્રીની અલગ અલગ મહિલાઓને લગતી યોજનાઓ વિષયે પણ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. સાથે સાથે ઉમરેઠ શ્રી સંતરામ માધ્યમિક શાળાની બાળકીઓ સાથે સંવાદ સાધી જરૂરી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉમરેઠ પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. બુલાન દ્વારા બાળકીઓને પોતાની સુરક્ષા અંગેનું મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. SHE TEAM દ્વારા અનુભવમાં આવેલા ઉદાહરણો દ્વારા પણ બુલાન સાહેબ દ્વારા બાળકીઓને ભવિષ્યમાં સાવધાન રહેવા જણાવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેકટર વૈદ્ય સાહેબ દ્વારા પણ બાળકીઓ સાથે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા અંગે અને ગુડ ટચ બેડ ટચ અંગે મૂળભૂત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરેઠની અલગ અલગ શાળાની વિદ્યાર્થીનીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार