સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ -૧૭ નવ દંપતિઓ યે પ્રભુતા માં પગલાં માંડયા
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા વસંત પંચમી ના પવિત્ર દિવસે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની રાહબરી હેઠળ તેમજ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે વસંત પંચમી ના શુભ દિવસે સુત્રાપાડા મુકામે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જે પરંપરા આ વર્ષે પણ જળવાઈ અને ૧૩ માં સમૂહ લગ્નનું આયોજન સુત્રાપાડા ડો બી એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં સફળતા પૂર્વક કરવામાં આવેલ હતું.
સુત્રાપાડા ખાતે યોજાયેલ કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં ૧૭ જેટલા યુગલોએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. તમામ વર તેમજ કન્યા પક્ષના સભ્યો તેમજ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના તમામ લોકો સવારે ૬ કલાકે લગ્ન સ્થળે પહોચી ગયા હતા
આ સમૂહ લગ્નના આયોજનમાં સમગ્ર જમણવારના દાતા અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ રહ્યા હતા તેમજ ગુજરાત રાજય ખેતી બેન્ક ના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા તમામ કન્યાઓને સોનાની બુટી આપવામાં આવેલ હતી. ઉપરાંત સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા દરેક કન્યાઑ ને રૂપિયા દસ હજાર ની ફિક્સ ડિપોજિત ની રસીદ આપવામાં આવી હતી
લોકો તેમજ આગેવાનો દ્વારા પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપેલ હતો.જીએચસીએલ કંપની તેમજ સિધ્ધિ સિમેન્ટ દ્રારા સહયોગ આપવામાં આવ્યો
સુત્રાપાડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ પ્રસંગને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરેલ હતી જેમાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી હતી સમૂહ લગ્ન નું આયોજન સફળ બનાવેલ હતું.
કારડીયા રાજપૂત સમાજ દ્વારા સુત્રાપાડા માં યોજાતા આ સમુહ્ લગ્નનો મુખ્ય ઉદેશ્ય સમાજ માંથી કુરિવાજો દૂર કરવા તેમજ ખોટા ખર્ચાઓ બંધ કરવાનો છે તેમજ વ્યસન મુક્ત થઈ સમાજ ના યુવાનો ને સાથે રાખી સંકલ્પો પણ લેવામાં આવેલ હતા.
આ સમૂહ લગ્નના માં સુત્રાપાડા શહેરના કારડીયા રાજપૂત સમાજના લોકો પોતના કામધંધા બંધ રાખી અને આ આયોજન માં જોડાય છે અને સૌ સાથે મળીને બહોળી સંખ્યામાં સમૂહ ભોજન કયું
આ તકે જશભાઈ બારડે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે આ પ્રકારના સમાજના કરોડો રૂપિયાની બચત થાય છે તેમજ સમાજ આ પ્રસંગે એક થાય છે સાથે મળીને કામ કરે છે. સમાજમાંથી કુરિવાજો દૂર થાય છે. તેથી આવા સમુહ લગ્નોમાં વધુ માં વધુ લોકો ભાગ લે અને નવયુગલોની સંખ્યા સમૂહ લગ્નો માં સંખ્યા વધે તેમજ સુત્રાપાડા માં કારડીયા રાજપૂત સમાજ ના સરકારી કર્મચારીઓ ની એક ટ્રસ્ટ મંડળ ની રચના કરવા ની જાહેરાત કરી હતી . ઉપરાંત સુત્રાપાડા મુકામે યોજાયેલ કારડીયા રાજપૂત સમાજ ના સમૂહ લગ્નના આયોજનમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ સાથે કારડીયા રાજપૂત સમાજના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ,પૂર્વ ધારાસભ્ય કાળા બાપા ઝાલા, પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર માનસિંહભાઈ ડોડીયા રામસિંગભાઈ ડોડીયા, , વગેરે આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કારડીયા રાજપૂત સમાજના લોકો હાજર રહી અને સમૂહ લગ્ન મહોત્સવ ને સફળ બનાવેલ હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प