આત્મહત્યા કરતા પહેલા એન્જિનિયર અતુલ સુભાષે એક વીડિયો અને સુસાઇડ નોટ છોડી હતી. જેમાં તેણે તેમની પત્નીને અને ન્યાય પ્રણાલીને દોષી ઠેરવ્યા છે. અતુલના આ કેસથી દેશ ભરણપોષણ અને છુટાછેડા સાથે જોડાયેલી ચર્ચા વધુ તેજ થઇ ગઇ છે. આ દરમિયાન સુપ્રિમ કોર્ટે ભરણપોષણ ભથ્થા નક્કી કરવા માટે આઠ મુદ્દાની ફોર્મ્યુલા નક્કી કરી છે.
એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. તેમની પત્ની નિકિતાએ તેમની સામે 9 કેસ દાખલ કર્યા હતા. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટ દ્વારા તારીખ પછી તારીખો આપવામાં આવી રહી હતી. આ બધાથી પરેશાન અતુલે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. આત્મહત્યા કરતા પહેલા બિહારના રહેવાસી અતુલ સુભાષે 80 મિનિટનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે પોતાની વિખૂટી પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવાર પર અનેક આરોપો લગાવ્યા હતા. તેણે પોતાની 24 પાનાની સુસાઈડ નોટમાં ન્યાય પ્રણાલીની પણ ટીકા કરી હતી.
ભરણપોષણ મામલે સુપ્રિમ કોર્ટની ફોર્મ્યુલા
1.પતિ અને પત્નની સામાજિક અને આર્થિક સ્થિતિ.
2.ભાવિ પત્ની બાળકોની મુળભૂત જરુરિયાતો.
3.બન્ને પક્ષની લાયકાત અને રોજગાર.
4.આવક તેમજ સંપતિના કેટલા સ્ત્રોત છે.
5.પત્નીનું જીવનધોરણ કેવું છે.
6.શું તેણે પરિવારની સંભાળ માટે નોકરી છોડી દીઘી છે.
7.કામ ન કરતી પત્ની માટે કાનૂની લડાઈ માટે વાજબી રકમ.
8.પતિની આર્થિક સ્થિતિ, તેની કમાણી અને ભરણપોષણ ભથ્થાની સાથે અન્ય જવાબદારીઓ શું હશે?
સુપ્રિમ કોર્ટનો મહત્વનો આદેશ
તાજેતરમાં જ એક કેસની સુનવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો હતો કે, અલગ થયેલી પત્ની અને બાળકોને આપવામાં આવતા ભરણપોષણને દેવાલિયાને સામનો કરી રહેવા પ્રાથમિકતા આપવામાં આવશે. બેન્ચે લેણાદારના દાવાઓ પર મેઇન્ટેન્સને પ્રાથમિકતા આપીને તેના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. બેન્ચે કહ્યું કે આર્ટિકલ 21 હેઠળ આવતા સન્માન અને સન્માન જનક જીવન માટે ભરણપોષણનો અધિકાર જરુરી છે.
બેન્ચે પતિની દલીલને ફગાવી દીધી હતી કે તે સારી રીતે કમાતો નથી અને તેની ફેક્ટરી ખોટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પતિ પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ફેમિલી કોર્ટ પતિ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લઈ શકે છે અને જરૂર પડ્યે તેની સ્થાવર મિલકતોની હરાજી કરી શકે છે.
અતુલ સુભાષ કેસ શું છે ?
અતુલ સુભાષ કેસમાં તેની પત્ની દ્વારા આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા અતુલ સુભાષે 24 પાનાની સુસાઈડ નોટ છોડી હતી, જેમાં તેણે લગ્ન પછી ચાલી રહેલા તણાવ અને તેની અને તેની પત્ની, તેના સંબંધીઓ અને ઉત્તરમાં એક ન્યાયાધીશ વિરુદ્ધ નોંધાયેલા અનેક કેસ વિશે વાત કરી હતી. ત્રાસનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે.