બાંગ્લાદેશમાં ઇસ્કોનને મળી મોટી રાહત. હાઇકોર્ટ ઇસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કર્યો છે. તેથી હાલમાં આ બાબતે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરુર નથી.
વાસ્તવમાં બાંગ્લાદેશમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી.
વચગાળાની સરકારે કોર્ટમાં શુ કહ્યું..
સુનવણીની શરુઆતમાં એટોર્ની જનરલ તરફથી ડે. એટોર્ની જમરલ અસુદ્દીને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા વિષે કોર્ટને માહિતી આપવામાં આવી હતી. તેમજ આ ધટનામાં સરકારનું કડક વલણ છે તેમ કહેવામાં આવ્યું હતું. આ અંગે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક કેસમાં 13 લોકોને, એક કેસમાં 14 લોકોને અને અન્ય 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામની પુછપરછ કર્યા બાદ માહિતીના આધારે આગાળની કાર્યવાહી કરવામાં આવશે.
ડે. એટોર્ની જનરલ અસદુદ્દીને કહ્યું છે કે માત્ર ચિત્તાગેંગમાં જ નહી પરંતુ અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળો આ મુદ્દા પર ટોચની પ્રથમિકતા સાથે કામ કરી રહ્યા છે. સુનવણી દરમિયાન એક ન્યાયાધીશે કહ્યું કે લોકોને જીવનને નુકલાન ન થવું જોઇએ.
હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો
ઇસ્કોન પર પ્રતિબંધ મુકવાની માંગ પર ન્યાયાધીશોએ કહ્યું કે સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહી છે અમે સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ અને અમને સરકારની જવાબદારીમાં વિશ્વાસ છે. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે 'આપણા દેશમાં તમામ ધર્મના લોકો ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે, પરસ્પર સન્માન અને પ્રેમ ક્યારેય ગુમાવશે નહીં. તેથી અરજદારે ચિંતા કરવાની જરૂર નથી. આ સિવાય પણ ઇસ્કોન પાસે અન્ય વિકલ્પ પણ છે.