રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ગઇ છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. કાતિલ ઠંડીના કારણે રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાના બાળકોને ઠંડીથી સમસ્યા ન થાય તે માટે સ્કૂલોનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી શાળાઓનો સમય સવારે 7.40 કરવામાં આવ્યો છે. જે પહેલા 7.10નો હતો.
આગામી 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ઠંડી વધશે ત્યાર બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હાલના દિવસોમં નલિયા અને રાજકોટમાં સૌથી ઓછુ તાપમાન છે. તેમજ કોલ્ડવેવની અસરની પણ શક્યતાઓ છે. આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધી ગયું છે. ગુજરાતમાં રાજકોટ તેમજ નલિયામાં આગામી બે દિવસોમાં તાપમાન 2 ડિગ્રી થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશમાં ઘણા રાજ્યોમાં આગામી 7 દિવસો સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ ઉત્તર ભાગમાં ગાઢ ધુમ્મસ તેમજ ઠંડી વધારે જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.