હિન્દુ ધર્મામાં અમાસ અને પૂનમ તિથિ દર મહિને આવે છે. અને દરેકનું પોતાનું આગવું મહત્વ છે. તેવી જ રીતે કારતક મહિનામાં આવતી પૂર્ણીમાં કે પૂનમને ખાસ માનવામાં આવે છે. આ દિવસે સ્નાસ કરવાથી તેમજ દીપ દાન કરવાથી અનેક ગણું મહત્વ વધી જાય છે. એટલુ જ નહી આ દિવસે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે.
પૌરાણીક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણથી ત્રિપુરી પૂર્ણીમાં પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાથી ભગવાન શિવ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી ળુભ ફળ મળે છે.
જાણો અહી કારતર મહિનાની પૂનમની તારીખ અને મુહૂર્ત
પંચાંગ અનુસાર કારતક સુદ પૂનમ 15 નવેમ્બર 2024 ના રોજ સવારે 06.19 વાગ્યાથી શરુ થશે. તેમજ 16 નવેમ્બર 2024 ના રોજ સવારે 02.58 વાગ્યે સમાપ્ત શથે. આવી સ્થિતિમાં કારતક પૂનમ 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. તેમજ લક્ષ્મી પૂજન પણ આ દિવસે જ કરવામાં આવશે.
કારતક પૂનમ 2024 સ્નાન-દાન મુહૂર્ત
સ્નાન-દાન મુહૂર્ત: સવારે 04.58 થી સવારે 5.51
સત્યનારાયણ પૂજા: સવારે 06.44 થી સવારે 10.45
ચંદ્રોદયનો સમય: સાંજે 04.51
દેવ દિવાળી 2024 શુભ મુહૂર્ત
પ્રદોષ કાળ દેવ દિવાળી મુહૂર્ત સાંજે 05:10 થી રાત્રે 07:47 સુધી
કારતક પૂનમનું મહત્વ
કારતક પૂનમ, હિન્દુ તિથિ મુજબ કારતક માસની પૂર્ણિમાને કહેવાય છે. આ દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે, અને તે ખાસ કરીને લોહાણ અને શ્રાવક વર્ગના લોકો માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે શ્રદ્ધાળુ લોકોએ નદીમાં સ્નાન કરવું, દેવી-દેવતાઓની પૂજા અને પવિત્ર ભજનોનો આયોજિત કરવો મુખ્ય માન્યતા છે.
ભારતીય સંસ્કૃતિમાં, આ દિવસની શુભતા અને પવિત્રતા માટે નાનકડા ઘરોને દીવાથી સજાવવાનો પણ રિવાજ છે. આ દિવસે મંદિરોમાં વિશેષ મંત્રોચ્ચાર અને પૂજાનો આયોગ કરવામાં આવે છે. તેનો સાર્વજનિક મહત્વ એ છે કે આ દિવસ દ્વારા આત્મશોધન, ભકિત અને શ્રદ્ધાને પ્રેરણા મળે છે.