સંસદનું શિયાળુ સત્ર આજથી એટલે કે 25 નવેમ્બરથી શરુ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સત્તામાં વાપસી અને ઝારખંડમાં ઇન્ડિયા એલાયન્સની જીત બાદ શિયાળું સત્ર શરુ થવા જઇ રહ્યું છે. આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં વકફ એક્ટ સહિત 16 બિલ રજુ કરવામાં આવશે.
આ દરમિયાન સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ઇન્ડિયા બ્લોક પાર્ટીઓની બેઠક બોલાવવામાં આવી છે. આ બઠક સવારે 10 વાગ્યે મલ્લિકાર્જુન ખરગેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. તેમજ શિયાળુ સત્ર માટેની રણનીતિ બનાવવામાં આવી હતી.
સંસદના શિયાળું સત્ર દરમિયાન વિપક્ષી દળો મણીપુર, વકફ અને અદાણીમાં હિંસાનો મુદ્દો ઉઠાવી શકે છે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી જીત બાદ ભાજપ અને એનડીએ પણ ઉત્સહમાં છે.
મહારાષ્ટ્રમાં હાર છતાં કોંગ્રેસે લોકસભાની બંને બેઠકો પરની પેટાચૂંટણી જીતી હતી. કેરળમાં પ્રિયંકા ગાંધી ચાર લાખથી વધુ મતોથી જીત્યા હતા. તે શિયાળુ સત્રથી પહેલીવાર સંસદીય જીવનની સફર શરૂ કરશે.
મંત્રી કિરણ રિજિજુએ પાર્ટીઓ સાથે બેઠક યોજી હતી.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન રિજિજુએ રવિવારે સંસદના ઉપલા અને નીચલા બન્ને ગૃહોમાં રાજકિય પક્ષોના નેતાઓ સાથે મળીને બેઠક યોજી હતી. રિજિજુ સાથેની આ મુલાકાતમાં વિપક્ષી દળોએ કેન્દ્રને અદાણી ગૃપ સાથે અનેરિકામાં વકિલોના લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવાની મંજુરી આપી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન રિજિજુએ કહ્યું કે સરકારે તમામ પક્ષોને અપીલ કરી છે કે તેઓ લોકસભા અને રાજ્યસભાની કામગીરી યોગ્ય રીતે ચાલે તે સુનિશ્વિત કરે.
વકફ એક્ટ સહિત 16 બિલની યાદી આપવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર માટે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલ સહિત 16 બિલની યાદી બનાવી છે. વકફ (સુધારા) બિલની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સત્રમાં પેનલ પોતાનો રિપોર્ટ રજૂ કરવા જઈ રહી છે, વિપક્ષી સભ્યોએ પેનલને રિપોર્ટ રજૂ કરવા માટે સમય વધારવાની માંગ કરી છે.