सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Parliament Winter Session: જુઓ કઇ તારીખે ચાલુ થશે સાંસદનું શિયાળુ સત્ર, કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી

26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે એક સંયુક્ત સત્રનું પણ આયોજન કરવામાં આવશે.

Jashu Bhai Solanki
  • Nov 6 2024 10:00AM

18 મી લોકસભાનું  શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરુ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે પણ સયુંક્ત સત્રનું આયોજન કરવામાં આવશે. અને આ સત્ર જુની સાંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે બંધારણ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ X પર પોસ્ટ કર્યું કે "સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને 20 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. તેમણે લખ્યું, "માનનીય રાષ્ટ્રપતિએ 25 નવેમ્બરથી શિયાળુ સત્ર 2024 માટે સંસદના બંને ગૃહોને સ્થગિત કર્યા છે. ભારત સરકારની ભલામણ પર 20 ડિસેમ્બર 2024 સુધી. બોલાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. 26 નવેમ્બર, 2024 (સંવિધાન દિવસ)ના બંધારણને અપનાવવાની 75 મી વર્ષગાંઠ પર સદનના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમની ઉજવણી કરાશે. " 

શિયાળુ સત્ર શરુ થવાની સાથે જ હોબાળો થવાની સંભાવના 
શિયાળુ સત્ર દરમિયાન વન નેશન વન ઇલેક્શન અને વકફ બિલ પર ભારે હોબાળો થવાની સંભાવના છે. કેબિનેટ વન નેશન-વન ચૂંટણી અંગેના અહેવાલને મંજૂરી આપ્યા બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરી રહી છે અને દેશમાં એક સાથે ચૂંટણીના પક્ષમાં નથી.

વક્ફ બિલ પર જેપીસી સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ અંગે પણ હોબાળો થવાની શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ વકફ (સુધારા) બિલ 2024 પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે.

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. કેબિનેટે વન નેશન-વન ઈલેક્શન અંગેના અહેવાલને મંજૂરી આપ્યા બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે.     


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार