सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Supreme Court: સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: બંધારણ માથી નહી હટે સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ

સુપ્રિમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો.

Jashu Bhai Solanki
  • Nov 26 2024 9:51AM

સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા બંધરણના સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દોને સામેલ કરવાને પડકારતી આરજીઓ ફગાવી દીધી હતી.

સીજેઆઇ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે કહ્યું હતું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવના આપવાની તારીખ પ્રસ્તાવનામાં સુધારો કરવાની સંસદની સત્તામાં મર્યાદિત કરતી નથી. જેના આધારે અરજદારની દલીલ ફગાવી દેવામાં આવી હતી. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું, "લગભગ આટલા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે."

આ ઓર્ડર 22મી નવેમ્બરે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. 
નોંધનીય છે કે આ પહેલા બેન્ચે આ કેસને મોટી બેન્ચને મોકલવાની આરજીકર્તાઓની અરજી ફગાવવામાં આવી હતી.
CJI ખન્નાએ 22 નવેમ્બરે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “ભારતીય અર્થમાં સમાજવાદી હોવાને માત્ર કલ્યાણકારી રાજ્ય તરીકે જ સમજાય છે. ભારતમાં સમાજવાદને સમજવાની રીત અન્ય દેશો કરતા ઘણી અલગ છે. આપણા સંદર્ભમાં સમાજવાદનો મુખ્યત્વે અર્થ થાય છે કલ્યાણકારી રાજ્ય. બસ આનાથી પ્રાઈવેટ સેક્ટર જે સારી રીતે વિકસી રહ્યું છે તેને ક્યારેય રોક્યું નથી. આનાથી આપણને બધાને ફાયદો થયો છે. સમાજવાદ શબ્દનો ઉપયોગ એક અલગ સંદર્ભમાં થાય છે, જેનો અર્થ થાય છે કે રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય છે અને તેણે લોકોના કલ્યાણ માટે ઊભા રહેવું જોઈએ અને તકોની સમાનતા પ્રદાન કરવી જોઈએ."

આ અંગે એડવોકેટ જૈને વાંધો વ્યક્ત કર્યો હતો
CJI ખન્નાએ વધુમાં કહ્યું કે એસઆર બોમ્મઇ કેસમાં "ધર્મનિરપેક્ષ" ને બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ માનવામાં આવે છે. આ અંગે વકીલ જૈને કહ્યું હતું કે આ સુધારો લોકોની વાત સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો, કારણ કે તે કટોકટી દરમિયાન કરવામાં આવ્યો હતો અને આ શબ્દોનો સમાવેશ લોકોને અમુક વિચારધારાઓનું પાલન કરવા દબાણ કરવા સમાન હશે. જ્યારે પ્રસ્તાવનામાં કટ-ઓફ તારીખ હોય તો પછી શબ્દો કેવી રીતે ઉમેરી શકાય. જૈને વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વિગતવાર સુનાવણીની જરૂર છે. તેમણે દલીલ કરી હતી કે આ મામલે મોટી બેન્ચ દ્વારા વિચારણા થવી જોઈએ. આ પછી CJI એ દલીલને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી.  


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार