બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી ની ટિમ તેમના સ્ટાફ સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કાસવી ગામના નજીકથી બાતમી આધારે રાજસ્થાન તરફથી એક દારૂ ભરેલી નંબર વગરની સ્વિફટ કારનો ચાલક LCB ટીમને જોઈ ગાડી મૂકી ફરાર થઇ જવા પામ્યો હતો જેમાં સ્વિફટ કારમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી
આવતાં કુલ બોટલો નંગ 494 જેની કિંમત રૂપિયા.109,245 અને સ્વિફટ કાર સાથે કુલ કિમત રૂપિયા.4,9245ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે દારૂનો જથ્થો કોનો છે કોણે મંગાવ્યો છે તે પોલીસ તપાસ બાદ કાર જાણવા મળશે જેથી સ્વીફ્ટ કારના ચેચીસ નંબરના આધારે દોષિત કાર માલિક વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.