सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજાયો

મહેમદાવાદના લોકપ્રિય ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ને 'વાવના રાવ' તરીકે સૌ એ વધાવ્યા.

મહેશ મહેતા
  • Nov 25 2024 3:17PM

મહેમદાવાદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોનો સ્નેહ મિલન સમારંભ શનિવારે ઢળતી સંધ્યાએ સંપન્ન થયો હતો.આ સમારંભના અધ્યક્ષ પદે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સૌ કાર્યકરોને હૃદય પૂર્વકની નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે ભારતીય જનતા પક્ષને સમર્પિત ભાવથી હરણફાળ ભરાવવા માટે સૌને આહવાહન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને મહેમદાવાદના પ્રભારી વિકાસભાઈ શાહ, ઉપપ્રમુખ શંભુજી બારૈયા,ભાજપ અગ્રણીઓ બાકુબેન ડોડિયા, ગૌતમભાઈ ચૌહાણ, દોલતસિંહ ડાભી, પ્રવીણભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, અજબ સિંહ ડાભી  નિલેશભાઈ પટેલ, વનરાજસિંહ જાદવ,નાનસિંહ ઝાલા,જીગ્નેશભાઈ ચૌહાણ, રમણભાઈ ચૌહાણ, રમણભાઈ ગોહિલ, રમણભાઈ પરમાર, ભાવેશભાઈ રાવલ, મનીષભાઈ પારેખ, કમલેશભાઈ પાંડવ,મહેશભાઈ મહેતા,રમેશભાઈ નાનકવાણી, નિમેષભાઈ જોશી, અજબસિંહ ડાભી, સહિતના અનેક કાર્યકરો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી વિકાસભાઈ શાહે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી પદે રહીને વાવની બેઠક ઉપર વિજય અપાવવા બદલ 'વાવના રાવ' તરીકે ઓળખાવીને બિરદાવ્યા હતા. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપ અગ્રણી વિપુલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્નેહ સંમેલન બાદ  સૌએ સમૂહભોજનનો રસાસ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમ ને ફળદાયી બનાવવા બદલ સૌ કાર્યકરોનો પદાધિકારીઓનો અને શહેર અને જિલ્લાના અગ્રણીઓનો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार