सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪ માં ઝળક્યો ગોળા અને ચક્ર ફેક રમતમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું

જિલ્લા કલેકટર મિહિર પટેલે ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા

ભુરપુરી ગોસ્વામી
  • Dec 12 2024 5:32PM
તાજેતરમાં ૧ થી ૭ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થાઇલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪નું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી ઠાકોર સિદ્ધરાજજી પ્રવીણજીએ બે અલગ અલગ રમતમાં મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીએ ગોળા ફેક રમતમાં બ્રોન્ઝ તથા ચક્ર ફેક રમતમાં પણ બ્રોન્ઝ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે આ ખેલાડીનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા. 

વડગામ તાલુકાના કોદરામના આ ખેલાડીએ એફ-૩૭ કેટેગરીમાં આ સિધ્ધિ મેળવી હતી. તેમના કોચ ડૉ.મનસુખ તાવેતિયાના જણાવ્યા અનુસાર આ ખેલાડીએ આ રમતો માટે સખત મહેનત કરી હતી જેનું પરિણામ મેડલ થકી અપાવીને રાજ્ય તથા દેશનું તેમણે ગૌરવ વધાર્યું છે.

અહીં નોંધનીય છે કે, વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુવા ખેલ 23 વર્ષ કે તેથી ઓછી વયના એથ્લીટ્સ માટે દર બે વર્ષે યોજાતો રમતોત્સવ છે. જેમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ રમતો ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ આપે છે. આ ખેલ યુવા એથ્લીટ્સના વિકાસમાં પણ મદદ કરે છે અને પેરાલિમ્પિક મૂવમેન્ટના વિવિધ માર્ગોમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપે છે. વિશ્વના વિવિધ દેશોમાં વૈકલ્પિક વાર્ષિક ધોરણે યોજાતા આ અનન્ય ખેલ વાતાવરણ યુવા એથ્લીટ્સને ટીમ-વર્ક અને ખેલાડીઓના અનુભવ સાથે પેરાલિમ્પિક રમતો માટે જરૂરી પડકારો અને શિસ્તનું વ્યાપક જ્ઞાન પ્રદાન કરે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार