આણંદ અમીન ઓટો સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન અને આણંદ મહાનગરપાલિકા
૮૮ જેટલા કાચા - પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ*
જિલ્લામાં સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ
આણંદ: શુક્રવારે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે અમીન ઓટો સામેના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણ કાચા પાકા મકાનો જમીન મહેસુલ અધિનિયમમાં દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કરી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આણંદ શહેરની મંજૂર અને અમલી નગર રચના યોજના નં.૮ માં સમાવિષ્ટ ફાયનલ પ્લોટ નં.૫૪.૧૨૦. જે આણંદ મહાનગરપાલિકા, આણંદની માલિકીના અને સરકારશ્રી માલિકીના ફાયનલ પ્લોટનં.૧૧૮ અને ૧૧૯ વાળી જમીનનું કુલ ક્ષેત્રફળ ૬૩૦૫ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં અસરકર્તા હિત-સંબંધ ધરાવતી વ્યક્તિઓ/કબજેદારોને અગાઉ તા.૦૭/૦૨/૨૦૨૫ ના રોજ કાયદેસરની નોટિસ આપવામા આવી હતી. ત્યારબાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન આણંદ મહાનગરપાલિકાની મિલકતમાં કુલ - ૩૫ અને સરકારશ્રી જમીનમાં કુલ- ૫૩ કાચા-પાકા મકાનો મળી કુલ - ૮૮ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ દબાણ હટાવ ઝુંબેશમાં ૦૫ જેટલા ટ્રેક્ટર, ૦૩ જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના અને આણંદ મહાનગરપાલિકા ના ૨૫ જેટલા લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપનાએ અને આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારના જણાવ્યા અનુસાર સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે, અન્યથા નિયમ અનુસાર ની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકા દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે.
આજે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે ગરવાલ, સીટી મામલતદાર ચાર્મી રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, ટાઉન પીઆઇ ઝાલા, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી - કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प