सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો

આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી

શૈશવ રાવ નર્મદા
  • Mar 28 2025 5:13PM
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ  નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો. આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી. સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતે થી ભવ્ય રેલી નું આયોજન પણ કરાયું જેમાં સમર્થકો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.નીલ રાવે પૂર્વમાં જ અપીલ કરી હતી કે તેમના સન્માન માટે શિરસ્તી મુજબ ફૂલ અને બુકે નહીં, પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક લાવવામાં આવે. આ અનોખી પહેલથી અનેક વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે.સાથેજ દર મહિને મનકી બાત કાર્યક્રમ સમયે દર મહિને મેગા રક્તદાન કેમ્પ નો પણ સંકલ્પ કર્યો.સત્કાર સમારોહ દરમિયાન  નીલ રાવે પોતાના સંબોધનમાં કહ્યું:
"મારા જીવનનો હેતુ માત્ર સંગઠનનું નેતૃત્વ નથી, પરંતુ સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાનો પણ છે. આ નોટબુક ભવિષ્યના પીડિત વિદ્યાર્થીઓ માટે આશાની કિરણ બનશે.વધુ માં તેઓએ આગામી દિવસોમાં કુપોષિત બાળકો ને પોષિત કરવા તરફ ધ્યાન આપશે તથા સંગઠન વધુ મજબૂત થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે.આ ઉદ્દેશ્ય સાથે, તેમના નેતૃત્વમાં પાર્ટી સક્રિય રહેશે અને સમાજ હિતના કાર્યોમાં આગળ વધશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार