આમદાવાદમાં એસજી હાઇવે પર પકવાન ચાર રસ્તા પાસે આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં અનેક દર્દીઓના મોત બાદ પીએમજય કાર્ડ હેઠળ પૈસા પડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું હતું, હવે બાપુનગરની કાકડિયા હોસ્પિટલમાં વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં અહીં એક યુવકનું ડોક્ટરની બેદરકારીથી મોત થુયું હોવાના આક્ષેપ છે.
અમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં બેદરકારીથી દર્દીનું મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આમરાઇવાડીના પરિવાર દ્વારા ડો. હિતેન બારોટ અને ડો. અભિમન્યું સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તબીબની એક ભુલના કારણે અરવિંદ પરમાર નામના યુવકનું મોત થયું છે. જેને લઇ પરિવારો દ્વારા જવાબદાર ડોક્ટરે સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
શું કહ્યું મૃતકના પરિવારજનોએ..
મૃતક અરવિંદભાઈ પરમારના પરિજનોએ આરોપ કર્યો છે કે, અરવિંદભાઈને ગેસની તકલીફ થતા સારવાર માટે કાકડિયા હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાં ડોક્ટરોએ અરવિંદ પરમારને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની જાણ કરી અને તાત્કાલિક સ્ટેન્ટ મુકવા માટે ઓપરેશન કરી નાખ્યું હતું. આ સાથે ઓપરેશન માટે તબીબોએ આયુષ્યમાન કાર્ડ પણ મંગાવ્યું હોવાનું કહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, ઓપરેશન કર્યાના માત્ર એક કલાકની અંદર અરવિંદભાઈનું મોત થઈ ગયું. તબીબોએ સ્વિકાર્યુ છે કે ઓપરેશન દરમિયાન ભુલથી એક નસ ફાટી ગઇ હતી, જેના કારણે યુવકનું મોત થયું હતું.
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા.