सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયા વિરોધીઓ પર ગરજ્યા, અવરોધ ઉભા કરવાનું બંધ કરો, નહિ તો મને હિસાબ કરતા આવડે છે!

જાહેરમાં કહ્યું નળિયા ગણવાવાળાને મારે કહેવું છે સારા કામ માટે અવરોધ ઉભા ન કરો, નહિ તો મારે ખુલ્લા મેદાનમાં આવવું પડશે..

Jashu Bhai Solanki
  • Dec 2 2024 11:12AM

રાજકોટ: યુવા નેતા જયેશ રાદડિયા બિંદાસ બોલમાં જ માને છે. ત્યારે ફરી એક વાર જાહેર કાર્યક્રમમાં નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા હતા. જેતપુરના એક કાર્યક્રમાં જયેશ રાદડિયાએ ફરી એક વાર ગર્જના કરી હતી. અને વિરોધીઓને નિશાન સાધતા કહ્યું હતું કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો, નહિ તો મારે મેદાનમાં આવવું પડશે, સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો.

રાજકોટની જેતપુર તાલુકાના થાણાગાલોળમાં વિઠ્ઠલ રાડદિયાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જયેશ રાદડિયા દ્વારા મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપવામાં આવી હતી. સારા કરા માટે અવરોધ ઉભો ન કરો, મળિયા ગણવાવાળાને મારે કહેવું છે કે હેરાન કરવાનું બંધ કરો નહિ તો મારે મેદાનમાં ઉતરવું પડશે.

તેમણે આગળ કહ્યું હતું કે સમાજની વાતમાં હું વચ્ચે પડતો નથી. પરતું આખરે હું પણ રાજકીય માણસ છું અંતે મારે મેદાનમાં ઉતરવું જ પડશે, તેમના દ્વારા વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપવમાં આવી છે, તેમજ સમાજના વિકાસની વાત કરતી વખતે કહ્યું કે હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય, ઘરે બેસી રહેનારથી ભૂલ ન થાય, મારા સારા કામમાં અવરોધ ઊભુ કરવાનું બંધ કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार