સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં સન્માન ભાવવ્યક્ત કર્યો.
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં કાર્યકર્તા રહેલાં ગૃહમાતા અરૂણાબેન પટેલ તથા ગૃહપતિ રહેલાં રઘુભાઈ પટેલ સાથે જોડાયેલ સંસ્મરણો વ્યક્ત કરતાં અંહિયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં સન્માન ભાવ વ્યક્ત કર્યો. સંસ્થાનાં ભૂતપૂર્વ કાર્યકર્તાઓએ તેમનાં સંસ્મરણોમાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી 'દર્શક', નટવરલાલ બૂચ અને સંસ્થાનાં વિવિધ પ્રસંગો યાદ કર્યા હતાં.
અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચનમાં મહાનુભાવો અને સંપાદક સમિતિનાં કાર્યકર્તાઓ જોડાયાં.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થામાં આ કાર્યક્રમમાં પુસ્તક અંગે પ્રસ્તુતિ કરતાં મનસુખભાઈ સલ્લાએ આ પ્રકાશન એ ગદ્ય નહિ પણ ભાવ રૂપે ઉત્તમ રહ્યાનું જણાવ્યું. ખરો શિક્ષક વ્યાખ્યાન જ આપે નહિ પણ કાળજી રાખે. ગૃહમાતા અરૂણાબેન પટેલ તથા ગૃહપતિ રઘુભાઈ પટેલ બંને સમર્પણ ભાવથી રહ્યાનું જણાવ્યું.
પુસ્તક અંગે પ્રતિભાવ વેળાએ રેખાબેન પટેલે તેમનાં બાળપણથી શિક્ષણ અને આંબલા આવ્યાં સુધીનાં સંસ્મરણો રજૂ કર્યા અને પોતે કોઈને ઘડ્યા નથી પણ તેઓ અંહિયા ઘડાયા હોવાનું નમ્રભાવે જણાવ્યું.
સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ ઉદ્બોધન વગર આ પ્રસંગનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
સંસ્થા પરિવારનાં નીરૂબેન ભટ્ટ અને બિંદુબા ઝાલાનાં સંકલન સંચાલન સાથે આ કાર્યક્રમમાં સંસ્થાનાં અગ્રણી યોગેશભાઈ ભટ્ટ, પૂર્વ વિદ્યાર્થિની અને પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ સાથે પૂર્વ મંત્રી કાનજીભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક વાતો રજૂ થઈ. અહીંયા પ્રશાંતભાઈ ભટ્ટ જોડાયા હતાં.
લોકશાળા પરિવાર દ્વારા શ્લોકગાન સાથે કાર્યક્રમ પ્રારંભે મહાનુભાવોનાં હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું.
આ પ્રસંગે વાઘજીભાઈ કરમટિયા દ્વારા સ્વાગત પરિચય રજૂ થયેલ જ્યારે મેહુલભાઈ ભટ્ટે આ પુસ્તક પ્રકાશન ઉદભવ સંદર્ભે વિગત આપી.
આ કાર્યક્રમમાં જયમાલિનીબેન પટેલ દ્વારા સુંદર ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું. આભાર વિધિ રાહુલભાઈ પટેલે કરી.
અરૂણાબહેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ સમિતિનાં સભ્યો હિનાબેન ગોઠી, નીરુબેન પરસાણા, રાહુલભાઈ પટેલ, ભાવનાબેન જાડેજા, બિંદુબેન ઝાલા તથા અંજનાબેન ચૌધરી અને સંસ્થા કાર્યકર્તા તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
આ વિમોચન કાર્યક્રમમાં જયવંતસિંહ જાડેજા, નાનુભાઈ વાઘાણી, મેહુરભાઈ લવતુકા વગેરે અગ્રણીઓ સાથે સંસ્થા પરિવારનાં રામચંદ્રભાઈ પંચોળી, સુરશંગભાઈ ચૌહાણ, હસમુખભાઈ દેવમુરારિ, ફાઝલભાઈ ચૌહાણ, દેવેન્દ્રભાઈ ભટ્ટ, રાજુભાઈ વાળા, ડાયાભાઈ ડાંગર સહિત કાર્યકર્તાઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં અને સહજ અશ્રુઓ સાથે સંસ્મરણો તાજા કરતાં રહ્યાં હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प