જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ?
આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ્યાનાં સુમારે ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ઓફીસ ઉપર હાજર હતા ત્યારે તેમના મોબાઇલમાં દબાણ શાખાના કર્મચારી નીતીનભાઈ પટેલ નાઓનો ફોન આવેલ અને ચીફ ઓફિસર ને જણાવેલ કે "ભગવત દલાલ ગેટ દેવનારાયણ આઈસ્ક્રીમ વાળાની દુકાન પાસે ચીફ ઓફિસરને ત્યાં બોલાવેલ જેથી ચીફ ઓફિસર ત્યાં ગયા હતા અને નીતીનભાઈ નાઓએ ચીફ ઓફિસરને કહ્યું હતું કે “આજે સાંજના આશરે સાડા ચારેક વાગ્યાની આસપાસ અમો તથા સેનેટરી ઇન્સપેક્ટર કરનેશ પંચાલ તથા સફાઈ કર્મચારી નટવરભાઈ નાનજીભાઇ હરીજન તથા રમેશભાઈ શવજીભાઈ હરીજન તથા જયંતીભાઈ બાબુભાઈ હરીજન તથા રમેશભાઈ બાબુ ભાઈ તથા ડ્રાઇવર દેવાંગભાઈ પટેલ જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલીકાની હદમાં સોસાયટીના પ્લાનનું જાહેરાત બોર્ડ મારેલ હતું. જે ઉમરેઠ નગરપાલીકા જગ્યામાં લગાવેલ હતું જેથી અમો બોર્ડ ઉતારતા હતા ત્યારે જાઇદભાઈ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી તથા મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો) આવીને નીતિનભાઈ ને કહેવા લાગ્યા કે ” આ બોર્ડ કોને પુછીને તમે ઉતાર્યું છે તેમ કહી નીતિનભાઈ સાથે ઝગડો કરવા લાગેલા અને નીતિનભાઈ સાથે આ જાઇદ અમદાવાદી તથા મુસા ને ઉગ્ર બોલા ચાલી થઈ હતી અને આ જાઇદ અમદાવાદી કહેતો હતો કે “બસ સ્ટેન્ડ પાસે આવેલ ભગવત દલાલ ગેટની પાસે આવેલ દેવનારાયણ આઇસસક્રમની દુકાનની બાજુમાં આવેલ ઉમરેઠ નગર પાલીકાનુ સંડાસ બાથરૂમ આવેલ છે તે કોર્ડન કરેલ જગ્યાની અંદર આવું જ જાહેરાત બોર્ડ લગાવેલ છે તે ઉતારી બતાવો તેવી ધમકી આપી હતી. ત્યારબાદ નીતિનભાઈ તથા નગરપાલિકા ટીમ તે જગ્યા ઉપર ગયા હતા અને ત્યાં જઈને જોયું તો ત્યાં પણ જાહેરાત બોર્ડ માર્યું હતું જે બોર્ડ ઉતારતા હતા. ત્યારે આ જાઈદભાઈ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી તથા મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉફે મુસો (લંગડો) તથા તોફિક નજીરખાન પઠાણ તથા જુનેદ ચકલાસી તથા ફરીદખાન પઠાણ હાજર હતા. તે વખતે આ તમામ ભેગા થઈને નીતિનભાઈ તથા નગરપાલિકા ટીમ સાથે ઝગડો કરવા લાગ્યા અને નીતિનભાઇને ગમેતેમ બિભત્સ ગાળો બોલવા લાગ્યા અને મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસા (લંગડો)એ માટે મોઢું પકડી લીધું અને નીતિનભાઈને કહેવા લાગ્યા કે તુ ચીફ ઓફીસરને બોલાવ તો હું તને અહીંથી જવા દઇશ નહિતો તને જાનથી મારી નાખવાની બધાએ ભેગા મળીને ધમકી આપી હતી.આ સમગ્ર ઘટનાની જાણ નીતિનભાઈએ ત્યાં હાજર ચીફ ઓફિસરની જણાવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસરે તે લોકોને જણાવ્યું જે આ તમારું સોસાયટી પ્લાન નુ જાહેરાત બોર્ડ લગાવ્યું છે તે ગેરકાયદેસર છે જે તમે લોકોએ કોઈ પણ જાતની નગરપાલીકાની મંજુરી લીધા વગર લગાવ્યું છે જે ઉતારી લો. ચીફ ઓફિસરે આવી વાત કરતા જ આ લોકો કહેવા લાગ્યા કે “અમે બોર્ડ ઉતારીશું નહી અને ઉતારવા પણ નહી દઈએ તમારાથી થાય તે કરી લો ” તેમ કહી આ લોકોએ ચીફ ઓફિસરને મનફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યા જેથી ચીફ ઓફિસરે ગાળો બોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જાઇદ પઠાણ અમદાવાદી એકદમ ઉશ્કેરાઇને ચીફ ઓફિસરને જોરથી લાફા મારી દીધા જેથી ચીફ ઓફિસર એક્દમ ડઘાઈ ગયા અને ગભરાઇ ગયા હતા. તેવામાં ચીફ ઓફિસરને છોડાવવા માટે સાથે કર્મચારી નીતીનભાઈ ભીખાભાઈ પટેલ વચ્ચે પડયા હતા અને મુસ્તાક બેલીમ ઉર્ફે મુસા લંગડાએ નીતીનભાઈની પણ ફેટ પકડી ત્રણ ચાર લાફા મારી દીધા અને મનફાવે તેવી ગાળો બોલીને કહેતા હતા કે “જો અમારું લગાવેલ જાહેરાત બોર્ડ ઉતારશો તો આજે તમને જીવતા નહી જવા દઈએ” અને બુમાબુમ થતા આજુબાજુના માણસો ભેગા થઈ ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમને વધુ મારમાંથી છોડાવ્યા અને માર મારનાર ઈસમો કહેતા હતા કે “આજે તો બચી ગયા છો પણ જો અમારી સામે પડ્યા તો જાનથી મારી નાખીશું” તેમ કહેતા કહેતા જગ્યા ઉપરથી ભાગી ગયા હતા.
જેથી ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર તથા સહ કર્મચારી નીતીનભાઈ ભીખાભાઈ પટેલ સાથે આ ઈસમોએ નગરપાલીકાની હદમાં લગાવેલ બિનઅધિકૃત જાહેરાત બોર્ડ દુર કરવા જતા ઇસમોએ સરકારી કામકાજમાં રુકાવટ ઊભી કરી ચીફ ઓફિસર સરકારી કર્મચારી છે તેમ જાણતા હોવા છતા ચીફ ઓફિસર તથા નગરપાલિકા ટીમ ના માણસો સાથે ઝગડો કરી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ઉમરેઠ નગરપાલીકા ચીફ ઓફિસર ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરીયાદ આપવા પહોંચ્યા હતા. ઉમરેઠ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.