सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફડણવીસનું નામ નક્કી! ટુંક સમયમાં જ ફાઇનલ નામ પર લાગી શકે છે મહોર, ભાજપ નેતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આજે એટલે કે 2 અથવા 3 ડિસેમ્બરે વિધાયક દળની બેઠક મળશે જેમાં ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.

Jashu Bhai Solanki
  • Dec 2 2024 10:19AM

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે 2જી કે 3જી ડિસેમ્બરે વિધાનસભાની બેઠક મળશે, જેમાં ફડણવીસને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસ અગાઉ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ઓક્ટોબર 2019માં બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, બાદમાં તેમણે 3 દિવસ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. તે પછી તેઓ 2022 થી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે. ફડણવીસ 1999 થી દક્ષિણ પશ્ચિમ નાગપુરના ધારાસભ્ય છે. આ વખતે તેઓ છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ રહી ચૂક્યા છે.

દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ
મહારાષ્ટ્રમાં 288 સભ્યોની વિધાનસભાના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મહાયુતિને જંગી બહુમતી મળી છે. મહાયુતિએ 233 બેઠકો મેળવી છે. ભાજપને 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી છે. જો કે પરિણામના 10 દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામને લઈને ઘણી ચર્ચાઓએ જોર પકડયું હતું પણ હવે આ ચર્ચાને અંતે આજે કે કાલે સત્તાવાર રીતે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર કરવામાં આવશે. આઉટગોઇંગ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાના ભાજપના નિર્ણયને સમર્થન આપશે. ભાજપ, એનસીપી અને શિવસેના સાથે બેસીને સર્વસંમતિથી સરકારની રચના અંગે નિર્ણય કરશે.

5 ડિસેમ્બરે શપથ ગ્રહણ
મહાયુતિ સરકા રનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરના રોજ સાંજે યોજાશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ કાર્યક્રમ મુંબઇના આઝાદ મેદાનમાં યોજાવાનો છે. મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार