सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાતમાં શિફ્ટ કરવો પડ્યો હતો નેનો કાર પ્લાન્ટ, મુશ્કેલીના સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ

બંગાળ સરકાર દ્વારા ટાટાને પ્લાન્ટ માટે જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Jashu Bhai Solanki
  • Oct 10 2024 2:31PM

દેશના જાણીતા ઉદ્યોગરતિ રતન ટાટાનું નિધન થયું છે. વડા પ્રધાન સહિત નેતાઓ તેમજ બોલિવૂટ સિતારીઓએ દુથ વ્યક્ત કર્યું હતું. ચાલો જાણીએ પીએમ નરેન્દ્ર મોદી અને રતન ટાટા વચ્ચેના સંબંધો, વર્ષ 2006 થી 2008 ના સમયની વાત છે. ટાટા ગૃપ પશ્વિમ બંગાળમાં તેની નેનો કાર માટે પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું હતું.

બંગાળ સરાકરે ટાટાને અહી પ્લાન્ટ સ્થાપવા માટે જમીન સંપાદિત પણ કરી દીધી હતી. પરંતુ સ્થાનિક લોકોમાં આ પ્રોજેક્ટને લઇ ભારે રોષ હતો. સ્થાનિક ખેડુતો આ પ્રોજેક્યને લઇ ભારે વિરોધ કરી રહ્યા હતા. કારણ કે સરકારે જમીન ટાટાને સંપાદિત કરી દીધી હતી. તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને તેમના કાર્યકરો પણ આ વિરોધમાં ખુલ્લા આમ આવ્યા હતા. તે સમયે મમતા બેનર્જી રાજ્યમાં વિપક્ષી રાજનીતિ કરી રહ્યા હતા.

બંગાળના સિંગુરમાં મમતા બેનર્જી અને તેના નેતા એ વિરોધ કર્યો હતો. 
ટાટા મોટર્સે નેનો કાર બનાવવા માટે ફેક્ટરીનું બાંધકામ શરુ કર્યું હતું, ટાટાની આ યોજના 2008 સુધીમાં ફેક્ટરી માથી કારનું ઉત્પાદન શરુ કરવાની હતી. બંગાળ રાજ્ય સરકારે છ સાઇટ્સમાથી સિંગુરની પસંદગી કરી હતી. મમાત બેનર્જીએ ખેડુતો સાથે મળીને 'ખેતર બચાવો' આંદોલન શરુ કર્યું હતું. 

પ્લાન્ટ સિંગુરથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો. 
બંગાળમાં ખેડુતો દ્વારા વિરોધ એટલો ઉગ્ર બન્યો કે આખરે ટાટાએ 3 ઓક્ટોબર 2008ના રોજ સિંગુરમાથી તેમનો પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય લીધો હતો. તેમજ આ નિર્ણય માટે મમતા બેનર્જી અને તેના સમર્થકોના આંદોલનને જવાબદાર ઠેરવ્યું હતું. 

બંગાળમાથી પ્લાન્ટ ખસેડવાના થોડા દિવસોમાં જ ટાટાએ જાહેરાત કરી કે તેઓ ગુજરાતના સાણંદમાં ટાટા નેનો કાર માટેનો પ્લાન્ટ સ્થાપિત કરશે. પ્રશ્ન એ હતો કે પ્લાન્ટ બંગાળમાથી ગુજરાત કેવી રીતે પહોચ્યો ? અન્ય રાજ્યો પણ ઇચ્છતા હતા કે પ્લાન્ટ તેમના રાજ્યમાં આવે, કારણ કે આ પ્લાન્ટથી વધારે રોજગારીની તકો ઉભી થાય તેમ હતી. તેમજ સમગ્ર વિસ્તારનો વિકાસ થાય છે. 

તાત્કાલિક સીએમ મોદીની જાહેરાત 
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળના સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા હતા. તેમણે અંદાજ લગાવ્યો હતો કે ટાટા કંપનીએ પ્લાન્ટ માટે અન્ય જગ્યા શોધવી પડશે. આવી સ્થિતિમાં રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ બંગાળમાં પ્લાન્ટ બંધ કરશે ત્યાર બાદ થોડા સમયમાં જ તેમને એક મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું કે 'વેલકમ' આ શબ્દથી ટાટા ગૃપને તેમના સપના માટે ફરીથી આશા દેખાવા લાગી. અને 7 ઓક્ટોબર 2008માં સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. 

સમજી શકાય છે કે માત્ર ત્રણ દિવસમાં જ નવી જગ્યાએ આટલો મોટો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો અર્થ એ કે પ્લાન્ટની તમામ આવશ્યકતાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતના સાણંદમાં નવી ફેક્ટરીને બનાવવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો, જ્યારે સિંગુર ફેક્ટરીમાં 28 મહિનાનો સમય લાગ્યો હતો.  


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार